Get News Alerts

Never miss breaking news updates.

Vijayadashami: અમદાવાદમાં 52 ફૂટના રાવણનું દહન, 35 ફૂટના મેઘનાદ-કુંભકર્ણનાં પૂતળાં પણ બન્યાં

Vijayadashami: અમદાવાદમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સેવા સમિતિ દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 20 Oct 2026 11:55 AM IST
Vijayadashami: અમદાવાદમાં 52 ફૂટના રાવણનું દહન, 35 ફૂટના મેઘનાદ-કુંભકર્ણનાં પૂતળાં પણ બન્યાંVijayadashami: અમદાવાદમાં 52 ફૂટના રાવણનું દહન, 35 ફૂટના મેઘનાદ-કુંભકર્ણનાં પૂતળાં પણ બન્યાં

Vijayadashami

Vijayadashami: અમદાવાદમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સેવા સમિતિ દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. આ ઉપરાંત 35 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આયોજકોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા કદના રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

થલતેજમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ

આવતીકાલે વિજયાદશમીના દિવસે સાંજે 5:30 વાગ્યે થલતેજ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં 35 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

સનાતન ધર્મ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ

કાર્યક્રમના આયોજન સાથે જોડાયેલા ભાજપના નેતાઓએ વિજયાદશમીને અસત્ય પર સત્યના વિજયના પર્વ તરીકે વર્ણવી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભગવાન શ્રીરામના મંદિર માટેના લાંબા સંઘર્ષનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભાજપ સનાતન ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોને મહત્ત્વ આપે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાનું પણ જણાવાયું છે. અમદાવાદના મેયર સહિત શહેર ભાજપની ટીમ પણ આયોજન સાથે જોડાયેલી છે.

સનાતન ડાયરાનું પણ આયોજન

રાવણ દહન ઉપરાંત કાર્યક્રમમાં સનાતન ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે યોજાનારા આ કાર્યક્રમમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

વિજયાદશમીના પર્વને ધ્યાનમાં રાખીને આયોજકોએ નાગરિકોને પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાઈ પર્વની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચો : Gujarat Investment: જાપાનમાં ગુજરાતના રોકાણ માટે હર્ષ સંઘવીની મેગા કવાયત, કંપનીઓ સાથે બેઠકો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.