Ahmedabad : સાયન્સ સિટી ખાતે જાગૃતિ, સંવાદ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે વિશ્વ ઓઝોન દિવસ 2026ની કરાઈ ઉજવણી


Ahmedabad
Ahmedabad : સાયન્સ સિટી ખાતે જાગૃતિ, સંવાદ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે વિશ્વ ઓઝોન દિવસ 2026ની કરાઈ ઉજવણી


Ahmedabad
Ahmedabad : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી દ્વારા 'Global Action for a Cooler Planet' થીમ સાથે ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી.
પર્યાવરણના સંરક્ષણ માટે માહિતી આપવામાં આવી
આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ અને કોલેજોના આશરે 1,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ ઓઝોન સ્તરના સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર અભિગમના મહત્ત્વ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમની શરૂઆત વિશ્વ ઓઝોન દિવસની ઉજવણીના પરિચયથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત સંબોધનમાં વિશ્વ ઓઝોન દિવસનું મહત્ત્વ અને પર્યાવરણના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત અંગે માહિતી આપવામાં આવી હતી.
'Explore Ozone' પઝલ ગેમનું કરાયું આયોજન
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના પ્રોફેસર ડૉ. નીરજ રસ્તોગી દ્વારા 'Action for Ozone Protection and a Cooler Planet' વિષય પર યોજાયેલું ઈન્ટરેક્ટિવ સેશન હતું. આ સેશન દ્વારા વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્ત્વ, તેને અસર કરતા પર્યાવરણીય જોખમો અને પૃથ્વીના સંરક્ષણ માટે જરૂરી સામૂહિક પગલાં અંગે સરળ અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે ઓઝોન સંરક્ષણ આધારિત વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત 'Save Ozone, Save Life'ના સંદેશ સાથે ઈન્ટરેક્ટિવ 'Explore Ozone' પઝલ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય વિષયોને રસપ્રદ અને સરળ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
વિવિધ સેશનો બાદ વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટીની વૈજ્ઞાનિક થીમ આધારિત ગેલેરીઓની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઈમર્સિવ પ્રદર્શનો અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વિવિધ પાસાંઓને નજીકથી જાણ્યા હતા. આ ઉજવણી દ્વારા ગુજરાત સાયન્સ સિટીએ યુવાનોમાં વૈજ્ઞાનિક જાગૃતિ વિકસાવવા અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં જાણકાર તથા જવાબદાર નાગરિક તરીકે યોગદાન આપવા માટે તેમને પ્રેરિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
આ પણ વાંચો : Surendranagar : તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડતાં અફરાતફરી, 4થી 5 લોકોને સામાન્ય ઈજા





