Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad 34 Lakh Robbery: અમદાવાદમાં રૂપિયા 34 લાખની લૂંટની આશંકા, રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી વેપારીનું અપહરણ કરી ધોળાકુવા પાસે ઉતાર્યાનો આક્ષેપ

Ahmedabad 34 Lakh Robbery: ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્ર પાર્ક પાસે આવેલા બ્રિજ પર એક વેપારી પાસેથી આશરે રૂપિયા 34 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 09:03 PM IST
Ahmedabad 34 Lakh Robbery: અમદાવાદમાં રૂપિયા 34 લાખની લૂંટની આશંકા, રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી વેપારીનું અપહરણ કરી ધોળાકુવા પાસે ઉતાર્યાનો આક્ષેપAhmedabad 34 Lakh Robbery: અમદાવાદમાં રૂપિયા 34 લાખની લૂંટની આશંકા, રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી વેપારીનું અપહરણ કરી ધોળાકુવા પાસે ઉતાર્યાનો આક્ષેપ

Ahmedabad 34 Lakh Robbery

Ahmedabad 34 Lakh Robbery: શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટની આશંકા વ્યક્ત કરતી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્ર પાર્ક પાસે આવેલા બ્રિજ પર એક વેપારી પાસેથી આશરે રૂપિયા 34 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, બે અજાણ્યા શખસોએ વેપારીને આંતરીને પોતાની ગાડીમાં બેસાડ્યા બાદ ગાંધીનગરના ધોળાકુવા પાસે ઉતારી દીધા હતા અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં ઓઢવ અને રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

બે અજાણ્યા શખસો સામે આક્ષેપ

મળતી માહિતી મુજબ, આજે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ કેતનભાઈ પરીખ બેન્કમાંથી આશરે રૂપિયા 34 લાખની રોકડ રકમ લઈને પોતાની એક્ટિવા પર પેઢીમાં જવા નીકળ્યા હતા. આ દરમિયાન રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બે અજાણ્યા શખસોએ તેમને આંતર્યા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ, બંને શખસો વેપારીને પોતાની ગાડીમાં બેસાડીને ગાંધીનગરના ધોળાકુવા પાસે લઈ ગયા હતા. ત્યાં તેમને ઉતારીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.

ઓઢવ પોલીસ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં ઓઢવ અને રામોલ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની અને ઘટનાની હકીકત જાણવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાક્રમ, રોકડ રકમ અને સંડોવાયેલા શખસો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વેપારી પાસેથી ખરેખર કેટલી રકમ લૂંટાઈ છે અને આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ તંત્ર સક્રિય થયું છે. હાલ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલે પોલીસની સત્તાવાર તપાસ બાદ વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: Gandhinagar: શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ, વિદ્યાર્થીઓના ફોટો-વીડિયો માટે પણ લેવી પડશે મંજૂરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.