અમદાવાદમાં રિક્ષાચાલક યુનિયનની હડતાલ વચ્ચે 13 લોકો ડિટેન, પોલીસની કડક કાર્યવાહી



Ahmedabad Rickshaw Strike
અમદાવાદમાં રિક્ષાચાલક યુનિયનની હડતાલ વચ્ચે 13 લોકો ડિટેન, પોલીસની કડક કાર્યવાહી



Ahmedabad Rickshaw Strike
Ahmedabad Rickshaw Strike: અમદાવાદ શહેરમાં રિક્ષાચાલક યુનિયન દ્વારા ચાલી રહેલી હડતાલને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. હડતાલ દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ અને જાહેરમાં અડચણ ઊભી કરવાના મામલે અમદાવાદ શહેર પોલીસે કુલ 13 લોકોને ડિટેન કર્યા છે.
હડતાલ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રિક્ષાચાલક યુનિયનની હડતાલને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હડતાલ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
શાંતિ ભંગ અને અડચણ ઊભી કરવાના પ્રયાસ બદલ કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસના જણાવ્યા મુજબ, હડતાલ દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા તેમજ જાહેરમાં અડચણ ઊભી કરવા બદલ 13 વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા છે.
આવતીકાલે પણ ગેરવર્તન કરનાર સામે કડક કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવતીકાલે પણ જો કોઈ વ્યક્તિ રાહદારીઓ અથવા મુસાફરી કરતા પેસેન્જરોને હેરાન કરશે અથવા તેમના કામકાજમાં અડચણરૂપ બનશે તો તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જાહેર જનતાને શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



