Ahmedabad News: વિજયાદશમીએ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા


Ahmedabad News
Ahmedabad News: વિજયાદશમીએ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા


Ahmedabad News
Ahmedabad News: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થલતેજ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં સાંજે 5:30 વાગ્યે યોજાશે. આ કાર્યક્રમમાં 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજરી આપશે તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી છે.
35 ફૂટ ઊંચાં મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા પણ બનાવાયા
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે અહીં 52 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 35 ફૂટ ઊંચાં મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા પણ બનાવવામાં આવ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર આટલા વિશાળ કદનું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન સનાતન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિજયાદશમી એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ. આ પ્રસંગે આયોજકો દ્વારા ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને ભગવાન શ્રીરામના આદર્શોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન
કાર્યક્રમના આયોજન અંગે આયોજકોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોને મહત્વ આપે છે. ભગવાન શ્રીરામના મંદિર માટે વર્ષો સુધી સંઘર્ષ કરવામાં આવ્યો અને આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે.
મેયર સહિત શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી
અમદાવાદના મેયર સહિત શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજકો દ્વારા શહેરીજનોને પરિવાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાવણ દહનના આ ભવ્ય ઉત્સવમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા વિજયાદશમીના પર્વની ઉજવણી સાથે સત્ય, ધર્મ અને સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવશે.
આ પણ વાંચો: Gir Somnath: ઉનામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ, દીપાબેન બાંભણિયાના નેતૃત્વમાં 25 વર્ષથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ





