Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: ગોતામાં 'મુંબઈયા વડાપાવ'ની દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ, AMCએ ફટકાર્યો રૂપિયા 5,000નો દંડ

Ahmedabad: જગતપુર રોડ પર આવેલી આ દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 06:03 PM IST
Ahmedabad: ગોતામાં 'મુંબઈયા વડાપાવ'ની દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ, AMCએ ફટકાર્યો રૂપિયા 5,000નો દંડAhmedabad: ગોતામાં 'મુંબઈયા વડાપાવ'ની દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ, AMCએ ફટકાર્યો રૂપિયા 5,000નો દંડ

Ahmedabad

Ahmedabad: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ‘મુંબઈયા વડાપાવ’ની દુકાનમાં ફૂડ સેફ્ટીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જગતપુર રોડ પર આવેલી આ દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દુકાનના રસોડામાં ગંદકી હોવાની ફરિયાદ પણ સામે આવી છે. સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

View post on Instagram

AMCના ફૂડ વિભાગે કરી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, ‘મુંબઈયા વડાપાવ’ની દુકાનમાંથી ખરીદવામાં આવેલી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી વાળ નીકળ્યો હોવાની ફરિયાદ ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થયા હતા. દુકાનના રસોડામાં પણ ગંદકી હોવાની ફરિયાદ સામે આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. ફરિયાદ મળ્યા બાદ AMCના ફૂડ વિભાગે તાત્કાલિક તપાસ કરી હતી. તપાસ બાદ દુકાન સામે કાર્યવાહી કરીને રૂપિયા 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થો બનાવતી અને વેચતી દુકાનોમાં સ્વચ્છતા જાળવવી જરૂરી હોવા છતાં આવી ફરિયાદ સામે આવતાં ફૂડ સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

અગાઉ પણ દુકાનને કરાઈ હતી સીલ

નોંધનીય છે કે 'MMV વડાપાવ'ની આ દુકાન સામે અગાઉ પણ ગંદકીના મામલે કાર્યવાહી થઈ ચૂકી હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. અગાઉ AMC દ્વારા દુકાનને સીલ કરવામાં આવી હતી. તેમ છતાં ફરી ગંદકીની ફરિયાદ સામે આવતાં દુકાનની સ્વચ્છતા અને કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. શહેરમાં ખાદ્ય પદાર્થો વેચતી દુકાનોમાં સ્વચ્છતા જળવાય અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે AMCના ફૂડ વિભાગની નિયમિત તપાસ અને કડક કાર્યવાહી જરૂરી છે. હવે આ મામલે આગળ તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Junagadh: ઝાંઝરડા ગામમાં કચરામાં ભીષણ આગ, અંડરગ્રાઉન્ડ વીજ કેબલ બળીને ખાખ, મોડી રાત સુધી પાવર કાપની શક્યતા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.