Ahmedabadની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટની ચેતવણીથી તંત્ર દોડતું થયું

Ahmedabad: અમદાવાદમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. ઈ-મેઇલ મારફતે સ્કૂલોને ધમકી આપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 27 Oct 2026 11:40 AM IST
Ahmedabadની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટની ચેતવણીથી તંત્ર દોડતું થયુંAhmedabadની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટની ચેતવણીથી તંત્ર દોડતું થયું

Ahmedabad

Ahmedabad: અમદાવાદમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. ઈ-મેઇલ મારફતે સ્કૂલોને ધમકી આપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ધમકીમાં બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સંબંધિત સ્કૂલો ખાતે પહોંચી હતી.

ચાર સ્કૂલોને મળી ધમકી

મળતી માહિતી મુજબ, અમદાવાદની નારાયણગુરુ સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને સીએન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ-મેઇલ દ્વારા ધમકી મળ્યા બાદ શાળા સંચાલકો અને તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે.

બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટની ધમકી

ધમકીભર્યા સંદેશમાં બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ થવાની ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતીને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્કૂલો પર પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાલીઓને બાળકોને લઈ જવા સૂચના

સાવચેતીના ભાગરૂપે સ્કૂલ દ્વારા વાલીઓને બાળકોને ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જોકે, ધમકીની વિશ્વસનીયતા અને સ્કૂલોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

સિંગર દિલજીતના કોન્સર્ટને લઈને પણ ધમકીની ચર્ચા

આ ઘટનાની સાથે સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ બંને ધમકીઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે હાલ કોઈ પુષ્ટિ થયેલી માહિતી ઉપલબ્ધ નથી.

પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ જ ધમકી અંગેની વધુ સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચો : Surat રેલવે સ્ટેશન પરથી રાજસ્થાનની બે ગુમ બહેનો મળી આવી, ઘરકંકાસ અને ભણવાના દબાણથી ઘર છોડ્યું હોવાનો ખુલાસો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.