Surat રેલવે સ્ટેશન પરથી રાજસ્થાનની બે ગુમ બહેનો મળી આવી, ઘરકંકાસ અને ભણવાના દબાણથી ઘર છોડ્યું હોવાનો ખુલાસો

Surat: રાજસ્થાનથી ગુમ થયેલી બે બહેનો સુરત રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત મળી આવતાં રાહતના સમાચાર સામે આવ્યા છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 27 Oct 2026 11:25 AM IST
Surat રેલવે સ્ટેશન પરથી રાજસ્થાનની બે ગુમ બહેનો મળી આવી, ઘરકંકાસ અને ભણવાના દબાણથી ઘર છોડ્યું હોવાનો ખુલાસોSurat રેલવે સ્ટેશન પરથી રાજસ્થાનની બે ગુમ બહેનો મળી આવી, ઘરકંકાસ અને ભણવાના દબાણથી ઘર છોડ્યું હોવાનો ખુલાસો

Surat

Surat: રાજસ્થાનથી ગુમ થયેલી બે બહેનો સુરત રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત મળી આવતાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત રેલવે પોલીસની શી ટીમે વોટ્સએપ ગ્રુપમાં મળેલા ફોટા અને વર્ણનના આધારે બંને યુવતીઓને શોધી કાઢી હતી. મળેલી માહિતી મુજબ, રાજસ્થાનના કેલવા પોલીસ મથકે નોંધાયેલા અપહરણના ગુનામાં 14 વર્ષીય સગીરા અને 19 વર્ષીય યુવતી ગુમ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના ઘરકંકાસ અને ભણવાના અતિશય દબાણથી કંટાળીને બંને ઘરેથી નીકળી ગઈ હતી.

વોટ્સએપમાં મળેલા ફોટા અને વર્ણનથી ઓળખ થઈ

રાજસ્થાનના કેલવા પોલીસ મથકે બંને બહેનો ગુમ થવા અંગે ગુનો નોંધ્યો હતો. તેમની શોધખોળ દરમિયાન ફોટા અને વર્ણન વોટ્સએપ ગ્રુપ મારફતે સુરત રેલવે પોલીસની શી ટીમ સુધી પહોંચ્યાં હતાં. આ માહિતીના આધારે સુરત રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી અને રેલવે સ્ટેશન પરથી બંને યુવતીઓને સુરક્ષિત શોધી કાઢી હતી.

ઘરકંકાસ અને ભણવાના દબાણથી ઘર છોડ્યું હોવાની માહિતી

પ્રાથમિક પૂછપરછમાં બંને બહેનોએ પરિવારના ઘરકંકાસ અને ભણવાના અતિશય દબાણથી કંટાળીને ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવતીઓ ઘરેથી નીકળ્યા બાદ પહેલાં મુંબઈ પહોંચી હતી. જોકે, ત્યાં કામધંધો ન મળતાં જીવનનિર્વાહ માટે તેઓ સુરત આવી પહોંચી હતી.

કેલવા પોલીસના સંપર્ક બાદ કાર્યવાહી

બંને યુવતીઓ સુરતમાંથી મળી આવતાં સુરત રેલવે પોલીસે કેલવા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને બંનેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરત રેલવે પોલીસની શી ટીમની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે બંને યુવતીઓને સુરક્ષિત શોધી કાઢવામાં સફળતા મળી હતી.

સમયસરની કામગીરીથી બંને યુવતીઓ સુરક્ષિત મળી

રાજસ્થાનથી ગુમ થયેલી બંને બહેનો સુરતમાંથી મળી આવતાં પરિવાર અને પોલીસ માટે મહત્ત્વની સફળતા મળી છે. ઘરકંકાસ અને અભ્યાસના દબાણને કારણે યુવતીઓએ ઘર છોડ્યું હોવાની માહિતી સામે આવતાં પરિવાર અને બાળકો વચ્ચે સંવાદ તથા માનસિક સહકારનું મહત્ત્વ પણ સામે આવે છે. હાલ આ મામલે રાજસ્થાન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Aravalliમાં કેબલ ચોર ટોળકી સક્રિય! મેઘરજમાં એક જ રાતે 8 ખેડૂતોના બોરમોટરના કેબલ ચોરાયા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.