Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroffના હાથ પર ઈજાના નિશાન જોઈ ચિંતામાં ફેન્સ, માતા આયેશા શ્રોફે શેર કર્યો વીડિયો

Tiger Shroffના ફેન્સ હાલમાં તેના વિશે ખૂબ ચિંતિત છે અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માગે છે. એક્ટરે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તેમના હાથ પરના ડાઘ દેખાય છે.
Nancy ShuklaUpdated on: 22 Oct 2026 05:35 PM IST
Tiger Shroffના હાથ પર ઈજાના નિશાન જોઈ ચિંતામાં ફેન્સ, માતા આયેશા શ્રોફે શેર કર્યો વીડિયોTiger Shroffના હાથ પર ઈજાના નિશાન જોઈ ચિંતામાં ફેન્સ, માતા આયેશા શ્રોફે શેર કર્યો વીડિયો

Tiger Shroff

Tiger Shroff: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર 18 ઓક્ટોબરની રાત્રે મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટના બાદ તેના સ્વાસ્થ્યને લઈને ફેન્સ ચિંતિત હતા. હવે એક્ટરે પોતાની હેલ્થ અપડેટ આપી છે. ટાઈગરના હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે, જેનો વીડિયો તેની માતા આયેશા શ્રોફે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

ટાઈગરના હાથ પર થઈ ઈજા

મળતી માહિતી અનુસાર ટાઈગર શ્રોફ પોતાની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં તેના ડ્રાઈવરને પણ ગોળી વાગી હોવાના સમાચાર છે, જ્યારે ટાઈગરને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ એક્ટરના ફેન્સ તેના સ્વાસ્થ્ય અંગે સતત માહિતી મેળવવા માગતા હતા.

હવે ટાઈગર શ્રોફની ટીમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર ધીમે ધીમે પોતાનો હાથ બતાવતા જોવા મળે છે. તેમના હાથ પર અનેક નાના-નાના લાલ નિશાન જોવા મળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ ફાયરિંગ દરમિયાન ગનપાઉડર અને કારની બારીના કાચને કારણે તેને ઈજાઓ થઈ હોવાની ચર્ચા છે.

View post on Instagram

માતા આયેશા શ્રોફે શેર કર્યો વીડિયો

ટાઈગરની ટીમે આ વીડિયો સાથે 'God is kind' એટલે કે 'ભગવાન દયાળુ છે' એવું કેપ્શન લખ્યું છે. એક્ટરની માતા આયેશા શ્રોફે પણ આ વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી શેર કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ટાઈગરના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

Aayesha Shroff.webp

ફેન્સે કરી પ્રાર્થના

ટાઈગરના હાથ પર ઈજાના નિશાન જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ફેને લખ્યું કે 'જલદી સાજા થઈ જાઓ ટાઈગર, મહાદેવ હંમેશાં તમારી સાથે છે.' અન્ય ફેન્સે પણ ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

ફાયરિંગની આ ઘટના બાદ ટાઈગરના ફેન્સ તેને સુરક્ષિત અને સ્વસ્થ જોવા માગે છે. પરંતુ તેની ઈજાઓની ગંભીરતા અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવી નથી.

આ પણ વાંચો: Amitabh Bachchanએ ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, કહ્યું- 'ક્ષમા પ્રાર્થી છું...' ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.