Get News Alerts

Never miss breaking news updates.

Amitabh Bachchanએ ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, કહ્યું- 'ક્ષમા પ્રાર્થી છું...' ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને ફેન્સને જાણ કરી છે કે તેઓ તેમના ડોક્ટરોની સલાહને ફોલો કરીને આરામ કરશે. બિગ બીએ બ્લોગ ન લખી શકવા બદલ ફેન્સની માફી માંગી.
Nancy ShuklaUpdated on: 21 Oct 2026 09:23 PM IST
Amitabh Bachchanએ ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, કહ્યું- 'ક્ષમા પ્રાર્થી છું...' ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપીAmitabh Bachchanએ ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, કહ્યું- 'ક્ષમા પ્રાર્થી છું...' ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

Amitabh Bachchan

Amitabh Bachchan: બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચને પોતાની હેલ્થ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપતાં ફેન્સને થોડા દિવસ સુધી નિયમિત બ્લોગ ન લખી શકવાની જાણકારી આપી છે. 21 ઓક્ટોબર, બુધવારે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ડોક્ટરોએ તેમને આરામ કરવા અને સ્વસ્થ થવા પર ધ્યાન આપવાની સલાહ આપી છે. પરંતુ તેમને કઈ તકલીફ છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી.

અમિતાભ બચ્ચને ફેન્સની માફી માગી

અમિતાભ બચ્ચને એક્સ પર હિન્દીમાં લખ્યું છે કે "માફી... ક્ષમા પ્રાર્થી છું, થોડા દિવસો માટે આરામ અને સ્વસ્થ થવા માટે સમય કાઢવાની સલાહ આપવામાં આવી છે, તેથી કંઈ લખી શકતો નથી."

આ પહેલાં તેમને પોતાના પર્સનલ બ્લોગ પર પણ આવી જ માહિતી આપી હતી. દશેરાની શુભેચ્છા પાઠવતાં તેમને જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ આરામ કરવાની અને થોડા સમય માટે વાતચીતથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

તેમને ફેન્સને પ્રેમ અને શુભેચ્છાઓ પાઠવતાં આશા વ્યક્ત કરી હતી કે સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેઓ ફરી નિયમિત રીતે બ્લોગ લખી શકશે.

<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr">T 5889,10,11,12 - apologies .. क्षमा प्रार्थी हूँ, कुछ दिनों के लिए आराम और सँवरने का समय निकालने को कहा गया है सो कुछ लिख नहीं पा रहा हूँ ..</p>&mdash; Amitabh Bachchan (@SrBachchan) <a href="https://x.com/SrBachchan/status/2112839116429947221?ref_src=twsrc%5Etfw">October 21, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ વચ્ચે સુરક્ષાની ચર્ચા

અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય અંગેની આ માહિતી એવા સમયે સામે આવી છે, જ્યારે એક્ટર ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કેસના શંકાસ્પદોએ ટાઈગર શ્રોફ સિવાય અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમિર ખાનનાં ઘરોની પણ રેકી કરી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. પરંતુ આ દાવાઓ અંગે સત્તાવાર તપાસના તારણોને આધારે જ નિષ્કર્ષ કાઢી શકાય.

અનેક મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે બિગ બી

અમિતાભ બચ્ચન તાજેતરમાં રજનીકાંત સાથે ફિલ્મ ‘વેટ્ટૈયન’માં જોવા મળ્યા હતા. તેઓ નાગ અશ્વિનની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ના આગામી ભાગમાં પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં પ્રભાસ અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તેઓ લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. હાલમાં અમિતાભ બચ્ચને પોતાની તબિયત અંગે વધુ વિગતો આપી નથી. તેમના સંદેશ બાદ ફેન્સ તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: Tiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, હરિયાણામાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.