Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroffએ ફાયરિંગ ઘટના બાદ લાઈક કરી પહેલી પોસ્ટ! વીડિયો પર લખેલી વાતે ખેંચ્યું ધ્યાન

Tiger Shroff: ફાયરિંગ પછી ટાઈગર શ્રોફની પહેલી સોશિયલ મીડિયા એક્ટિવિટી ચર્ચામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
Nancy ShuklaUpdated on: 21 Oct 2026 04:00 PM IST
Tiger Shroffએ ફાયરિંગ ઘટના બાદ લાઈક કરી પહેલી પોસ્ટ! વીડિયો પર લખેલી વાતે ખેંચ્યું ધ્યાનTiger Shroffએ ફાયરિંગ ઘટના બાદ લાઈક કરી પહેલી પોસ્ટ! વીડિયો પર લખેલી વાતે ખેંચ્યું ધ્યાન

Tiger Shroff

Tiger Shroff: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટના બાદ હવે તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટી ચર્ચામાં આવી છે. એક્ટરે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ 20 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઈક કરતાં ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

‘હીરોપંતી’ના ગીતનો વીડિયો ચર્ચામાં

ટાઈગર શ્રોફે જે પોસ્ટ લાઈક કરી છે, તેમાં તેની ડેબ્યૂ ફિલ્મ ‘હીરોપંતી’નું ગીત ‘રાત ભર’ સંભળાય છે. વીડિયોમાં ટાઈગર બાઈક ચલાવતો જોવા મળે છે, જ્યારે એક્ટ્રેસ કૃતિ સેનન પાછળ બેઠેલી જોવા મળે છે. આ વીડિયો સાથે લખેલી લાઈન ‘ભાઈ, રાત ભર માટે શું, જિંદગીભર માટે ગાયબ થઈ જતો’ ખાસ ચર્ચાનો વિષય બની છે.

પરંતુ ટાઈગરે આ પોસ્ટ જાણીજોઈને લાઈક કરી હતી કે તે અજાણતાં થયું હતું, તે સ્પષ્ટ નથી. તેથી આ સોશિયલ મીડિયા એક્ટિવિટીને ફાયરિંગની ઘટના પર તેની સીધી પ્રતિક્રિયા માનવી ઉતાવળ ગણાશે.

Tiger Shroff1.webp

જુહુમાં કાર પર થયું હતું ફાયરિંગ

મીડિયા રિપોર્ટ મુજબ 18 ઓક્ટોબરે ફૂટબોલ મેચ બાદ ટાઈગર શ્રોફની કાર જુહુ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઈગર સુરક્ષિત હોવાના સમાચાર છે, જ્યારે તેના ડ્રાઈવર અને એક રિક્ષા ચાલકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

3 આરોપીઓને મુંબઈ લવાયા

આ કેસમાં પોલીસે ફૂલ સિંહ, ઋતિક કુમાર અને રેહાન નામના ત્રણ આરોપીઓને રાજસ્થાનના કોટાથી મુંબઈ લાવીને પૂછપરછ શરૂ કરી છે. તેમને તબીબી તપાસ માટે જી.ટી. હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ તપાસ માટે એન્ટિ-એક્સ્ટોર્શન સેલમાં લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર છે.

આ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દાવો કરનારા કેટલાક લોકોએ હુમલાની જવાબદારી લીધી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પરંતુ આ દાવાની સત્તાવાર પુષ્ટિ તપાસના તારણો બાદ જ થઈ શકશે. આ દાવાની ગ્રોથ નાઉ ન્યુઝ પણ પુષ્ટિ કરતું નથી. પોલીસ હાલ હુમલા પાછળનું કારણ અને આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Priyanka Chopra સૈફ અલી ખાનની ફિલ્મમાંથી થઈ બહાર? મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં જ મોટો ફેરફાર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.