Get News Alerts

Never miss breaking news updates.

Priyanka Chopra સૈફ અલી ખાનની ફિલ્મમાંથી થઈ બહાર? મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં જ મોટો ફેરફાર

Priyanka Chopra: સૈફ અલી ખાન પાસે હાલમાં ઘણી મોટી ફિલ્મો છે. તે હાલમાં એક પીરિયડ ડ્રામા પર કામ કરી રહ્યો છે. પરંતુ શું પ્રિયંકા ચોપરા આ ફિલ્મ છોડી દીધી છે.
Nancy ShuklaUpdated on: 21 Oct 2026 03:07 PM IST
Priyanka Chopra સૈફ અલી ખાનની ફિલ્મમાંથી થઈ બહાર? મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં જ મોટો ફેરફારPriyanka Chopra સૈફ અલી ખાનની ફિલ્મમાંથી થઈ બહાર? મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં જ મોટો ફેરફાર

Priyanka Chopra

Priyanka Chopra: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનની આગામી ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિગ્દર્શક રિતેશ બત્રાની નવી પીરિયડ ડ્રામા ફિલ્મમાં સૈફ અલી ખાનની સામે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોવા મળવાની હતી. પરંતુ મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રિયંકા આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ હોવાના સમાચાર છે.

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ કેમ છોડી?

મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપરા પહેલીવાર એકસાથે પડદા પર જોવા મળવાના હતા. આ જોડીને લઈને ફેન્સમાં ઉત્સુકતા હતી. પરંતુ ફિલ્મના મુંબઈ શેડ્યૂલ પહેલાં જ કાસ્ટિંગમાં ફેરફાર થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરા પાસે પહેલેથી જ અન્ય પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હોવાથી તેમની તારીખોને લઈને મુશ્કેલી ઊભી થઈ હતી. ફિલ્મની ટીમ અને એક્ટ્રેસ વચ્ચે શૂટિંગની તારીખોનું યોગ્ય આયોજન થઈ શક્યું ન હોવાથી તેણે ફિલ્મ છોડી હોવાની ચર્ચા છે. પરંતુ આ અંગે સૈફ અલી ખાન, પ્રિયંકા ચોપરા કે ફિલ્મના નિર્માતાઓ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ

રિતેશ બત્રાની આ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ મુજબ 21 ઓક્ટોબરથી મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા એક મ્યુઝિયમમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. હાલમાં સૈફ અલી ખાનના દૃશ્યોનું શૂટિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ ફિલ્મના નિર્માતાઓ નવી લીડ એક્ટ્રેસની પસંદગી કરવાની તૈયારીમાં છે.

આ ફિલ્મ સૈફ અલી ખાન અને રિતેશ બત્રાનો પ્રથમ સંયુક્ત પ્રોજેક્ટ છે. રિતેશ બત્રાને વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘ધ લંચબોક્સ’થી વિશેષ ઓળખ મળી હતી. ત્યારબાદ તેને ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ અને ‘ફોટોગ્રાફ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.

‘વારાણસી’માં જોવા મળશે પ્રિયંકા

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં જોવા મળવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં તે નકારાત્મક ભૂમિકામાં જોવા મળી શકે છે. ફિલ્મમાં તેમના ભાગનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને થોડું કામ બાકી હોવાનું કહેવાય છે. આમ સૈફ અલી ખાનની ફિલ્મમાં પ્રિયંકાની જગ્યાએ હવે કઈ એક્ટ્રેસને લેવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Deepika Padukone અને રણવીર સિંહે વિજયાદશમી પર બીજી પુત્રીનું નામ કર્યું જાહેર, શેર કર્યો ફેમિલી ફોટો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.