Kareena Kapoor અને શાહિદ કપૂર ગળે મળ્યાં, સલમાન ખાનનો સ્વેગ, IIFA ઈવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો


Kareena Kapoor
Kareena Kapoor અને શાહિદ કપૂર ગળે મળ્યાં, સલમાન ખાનનો સ્વેગ, IIFA ઈવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો


Kareena Kapoor
Kareena Kapoor: બોલીવુડના પોપ્યુલર એવોર્ડ શો ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA)ના 27મા એડિશન એટલે કે IIFA 2027ની પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સલમાન ખાન સહિત બોલીવુડના અનેક મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ આ ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચા કરીના કપૂર ખાન અને શાહિદ કપૂરની મુલાકાતની થઈ રહી છે. બંને એકબીજાને ગળે મળતાં જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક સ્ટેજ પર જોવા મળ્યા અનેક સ્ટાર્સ
IIFAએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્યક્રમના અનેક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં સલમાન ખાન, કરીના કપૂર ખાન, શાહિદ કપૂર, વરુણ ધવન, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, રશ્મિકા મંદાના અને અલી ફઝલ સહિતના કલાકારો જોવા મળે છે.
ઈવેન્ટમાં શાહિદ કપૂર વ્હાઈટ આઉટફિટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો હતો, જ્યારે વરુણ ધવને પણ પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બીજી તરફ કરીના કપૂર અને રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ પણ ચર્ચામાં રહ્યો હતો. સલમાન ખાનનો ખાસ સ્વેગ પણ ફેન્સને પસંદ આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંચ પર IIFA એવોર્ડની મોટી પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી. કરીના આ એવોર્ડ સાથે વિવિધ પોઝ આપતી પણ જોવા મળી હતી.
View post on Instagram
કરીના અને શાહિદને સાથે જોઈ ફેન્સને યાદ આવી 'જબ વી મેટ'
આ કાર્યક્રમનો સૌથી ચર્ચિત વીડિયો કરીના કપૂર અને શાહિદ કપૂરનો છે. વીડિયોમાં પહેલાં કરીના શાહિદ સાથે વાત કરતી જોવા મળે છે. ત્યારબાદ બંને એકબીજાને ગળે મળીને અભિવાદન કરે છે. આ દરમિયાન બંનેના ફેસ પર સ્માઈલ જોવા મળે છે.
બંને કલાકારોને લાંબા સમય બાદ આ રીતે એકસાથે જોઈને ફેન્સને તેમની પોપ્યુલર ફિલ્મ 'જબ વી મેટ'ના ગીત અને આદિત્યની યાદ આવી ગઈ છે. આ ફિલ્મમાં કરીનાએ ગીતનું અને શાહિદે આદિત્યનું પાત્ર ભજવ્યું હતું. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી આજે પણ દર્શકોને પસંદ છે.
શાહિદ અને કરીનાનો વીડિયો વાયરલ
કરીના કપૂર અને શાહિદ કપૂર ભૂતકાળમાં એકબીજાને ડેટ કરી ચૂક્યાં છે. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયાં અને પોતપોતાના જીવનમાં આગળ વધ્યાં. શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યાં છે, જ્યારે કરીના સૈફ અલી ખાન સાથે લગ્નજીવન માણી રહી છે. IIFA 2027ની આ પ્રેસ કોન્ફરન્સમાં બંને કલાકારોની મુલાકાતે જૂની યાદો તાજી કરી દીધી છે. હાલમાં તેમનો ગળે મળતો વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આ પણ વાંચો: Priyanka Chopraએ બહેન પરિણીતી ચોપરાને જન્મદિવસે પાઠવી ખાસ શુભેચ્છા, લખી ખાસ વાત





