Karisma Kapoor સાથે ‘લેઈ ગઈ’ ગીત પર રોહિત શર્માએ કર્યો ડાન્સ, હિટમેનનો વીડિયો વાયરલ

Karisma Kapoor સાથે હિટમેને ડાન્સ કર્યો. કરિશ્માએ રોહિતને ડાન્સ શીખવાડ્યો. રોહિત શર્માના શો "ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા" ને ઘણો પ્રેમ મળી રહ્યો છે.
Nancy ShuklaUpdated on: 24 Oct 2026 03:13 PM IST
Karisma Kapoor સાથે ‘લેઈ ગઈ’ ગીત પર રોહિત શર્માએ કર્યો ડાન્સ, હિટમેનનો વીડિયો વાયરલKarisma Kapoor સાથે ‘લેઈ ગઈ’ ગીત પર રોહિત શર્માએ કર્યો ડાન્સ, હિટમેનનો વીડિયો વાયરલ

Karisma Kapoor

Karisma Kapoor: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માનો એક ખાસ અંદાજ હાલમાં ચર્ચામાં છે. રોહિત શર્માના નવા શો ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’માં બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા કપૂરે મહેમાન તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન બંનેએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના લોકપ્રિય ગીત ‘લેઈ ગઈ લેઈ ગઈ’ પર જોરદાર ડાન્સ કર્યો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કરિશ્માએ શીખવ્યા ડાન્સના સ્ટેપ્સ

શો દરમિયાન કરિશ્મા કપૂરે રોહિત શર્માને ‘લેઈ ગઈ લેઈ ગઈ’ ગીતના ખાસ ડાન્સ સ્ટેપ્સ શીખવ્યા હતા. રોહિતે પણ પૂરા ઉત્સાહ સાથે કરિશ્માની સાથે ડાન્સ કર્યો હતો. ક્રિકેટના મેદાનમાં પોતાના બેટથી ફેન્સને મંત્રમુગ્ધ કરનારા હિટમેને અહીં પોતાના ડાન્સ મૂવ્સથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ડાન્સ પૂરો થયા બાદ રોહિતે કરિશ્મા કપૂરનો હાથ જોડીને આભાર માન્યો હતો. તેને પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “અમે બાળપણથી ફિલ્મો જોતાં-જોતાં મોટા થયા છીએ અને આજે મને તમારી સાથે ડાન્સ કરવાની તક મળી છે. મારા માટે આ બહુ મોટી વાત છે. મારા તો દિવસ બની ગયો ભાઈ.” રોહિતની આ વાત સાંભળીને કરિશ્માએ પણ તેના ડાન્સની પ્રશંસા કરી હતી. બંને વચ્ચેની આ મજેદાર જોડી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

View post on Instagram

કરિશ્માએ રોહિતને આપ્યું ખાસ નામ

આ પહેલાં પણ કરિશ્મા કપૂર અને રોહિત શર્માનો એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો. તેમાં કરિશ્મા રોહિતને ‘પુકી પુલશોટર’ (Pookie Pullshottеr) નામથી બોલાવતી જોવા મળી હતી. આ અનોખા નામે પણ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

શોમાં અનેક જાણીતા ચહેરાઓની હાજરી

‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’માં અત્યાર સુધી શ્રેયસ ઐયર, શિખર ધવન, શાર્દુલ ઠાકુર અને અભિષેક નાયર જેવા ક્રિકેટરો જોવા મળ્યા છે. જ્યારે બોલીવુડમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટિયા, સુનીલ શેટ્ટી, શહનાઝ ગિલ અને મીકા સિંહ સહિત અનેક કલાકારોએ હાજરી આપી છે. હવે કરિશ્મા અને રોહિતના ડાન્સે શોની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો છે.

આ પણ વાંચો: Salman Khan: ટાઈટ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાન પાસે દોડી આવી નાનકડી ફેન, ગળે મળીને સુપરસ્ટારે જીત્યું દિલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.