Ek Deewane Ki Deewaniyat 2ની તૈયારી શરૂ! ફરી એકવાર સાથે જોવા મળશે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા

Ek Deewane Ki Deewaniyat 2: રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ "એક દીવાને કી દીવાનિયાત" 2025માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. હર્ષવર્ધન અને સોનમ કપૂરની ફિલ્મની સિક્વલ આવશે?
Nancy ShuklaUpdated on: 24 Oct 2026 04:10 PM IST
Ek Deewane Ki Deewaniyat 2ની તૈયારી શરૂ! ફરી એકવાર સાથે જોવા મળશે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાEk Deewane Ki Deewaniyat 2ની તૈયારી શરૂ! ફરી એકવાર સાથે જોવા મળશે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા

Ek Deewane Ki Deewaniyat 2

Ek Deewane Ki Deewaniyat 2: બોલીવુડની રોમેન્ટિક ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2025માં રિલીઝ થયેલી આ ફિલ્મને ફેન્સનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની જોડીએ પોતાના એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધાં હતાં.

હવે ફિલ્મના બીજા ભાગ એટલે કે ‘એક દીવાને કી દીવાનિયત 2’ને લઈને ચર્ચા તેજ બની છે. ફિલ્મના દિગ્દર્શક અને લેખક મિલાપ ઝવેરીએ સિક્વલ બનાવવાની શક્યતા અંગે અપડેટ આપ્યું છે.

મિલાપ ઝવેરીએ‘દીવાનિયત 2’ને લઈને શું કહ્યું ?

21 ઓક્ટોબરે ફિલ્મે રિલીઝનું એક વર્ષ પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે મિલાપ ઝવેરીએ પોતાની ફિલ્મની સફળતાની ઉજવણી કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તેને ફિલ્મના બીજા ભાગ અંગે વાત કરી હતી.

મિલાપ ઝવેરીએ જણાવ્યું કે ફિલ્મ આજે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફેન્સ ફિલ્મનાં ગીતો અને દૃશ્યો પર હજારો રીલ્સ બનાવી રહ્યા છે. તેઓ જ્યારે પણ કોઈ પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ ‘દીવાનિયત 2’ બનાવવાની માગણી કરતા જોવા મળે છે.

મિલાપે વધુમાં જણાવ્યું કે તેમને અંશુલ ગર્ગ, હર્ષવર્ધન રાણે, સોનમ બાજવા અને રાઘવ શર્મા સાથે આ અંગે ચર્ચા કરી છે. યોગ્ય સમય આવશે ત્યારે ફિલ્મના બીજા ભાગ પર કામ કરવાની યોજના આગળ વધી શકે છે. પરંતુ સિક્વલની સત્તાવાર શરૂઆત કે રિલીઝ તારીખ અંગે હજુ કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.

બોક્સ ઓફિસ પર ફિલ્મે કરી હતી શાનદાર કમાણી

‘એક દીવાને કી દીવાનિયત’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેમાં હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. શાદ રંધાવા અને સચિન ખેડેકરે પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી.

મિલાપ ઝવેરીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 110થી 112 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હવે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે કે નહીં. જો સિક્વલને લીલી ઝંડી મળે, તો પ્રેમ અને દીવાનિયતની આ વાર્તા ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરી શકે છે.

આ પણ વાંચો: Karisma Kapoor સાથે ‘લેઈ ગઈ’ ગીત પર રોહિત શર્માએ કર્યો ડાન્સ, હિટમેનનો વીડિયો વાયરલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.