Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ’એ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, પહેલા દિવસે 86,000 થી વધુ ટિકિટનું થયું વેચાણ


Ramayana
Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ’એ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, પહેલા દિવસે 86,000 થી વધુ ટિકિટનું થયું વેચાણ


Ramayana
Ramayana: બોલીવુડ એક્ટર રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ માયથોલોજિકલ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ દર્શકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. ટ્રેડ ટ્રેકર સેકનિલ્કના પ્રારંભિક આંકડા અનુસાર ફિલ્મે પહેલા દિવસના શો માટે એડવાન્સ ટિકિટ વેચાણથી અંદાજે 4.96 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે.
20 ઓક્ટોબર 2026ના રોજ દશેરાના અવસરે ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 86,187 ટિકિટનું વેચાણ થયું છે અને દેશભરમાં 3,537 શો માટે બુકિંગ નોંધાયું છે. બ્લોક સીટની આવકને બાદ કરતાં આ આંકડો 3.13 કરોડ રૂપિયા થાય છે. એડવાન્સ બુકિંગમાં દિલ્હી-એનસીઆર ક્ષેત્ર 1.45 કરોડ રૂપિયાના યોગદાન સાથે આગળ હોવાનું જણાવાયું છે. પરંતુ આ પ્રારંભિક આંકડા છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.
રણબીર રામ અને સાઈ પલ્લવી સીતા તરીકે મળશે જોવા
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનો રોલ ભજવશે. રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અરુણ ગોવિલ રાજા દશરથ, લારા દત્તા કૈકેયી અને રકુલ પ્રીત સિંહ શૂર્પણખાની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મનો પ્રથમ ભાગ 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થવાનો છે. પશ્ચિમ બંગાળમાં ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી હોવાના પણ સમાચાર છે.
દશેરાએ રિલીઝ થયું ‘રાવણ તાંડવ’
ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે 20 ઓક્ટોબરે ‘રાવણ તાંડવ’ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. એ.આર. રહેમાને સંગીતબદ્ધ કરેલા આ ગીતમાં અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને વિશાલ દદલાનીના અવાજ સાંભળવા મળે છે.
5 ભાષાઓમાં ફિલ્મ થશે રિલીઝ
નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝે DNEG અને યશના મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. આંતરરાષ્ટ્રીય દર્શકો માટે અંગ્રેજી ડબિંગ વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે ફિલ્મની એડવાન્સ બુકિંગમાં આગામી દિવસોમાં કેટલો વધારો થાય છે અને રિલીઝના દિવસે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન રહે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, અમિત મિશ્રા બન્યો નવો સ્પિન બોલિંગ કોચ





