Get News Alerts

Never miss breaking news updates.

Priyanka Chopraએ બહેન પરિણીતી ચોપરાને જન્મદિવસે પાઠવી ખાસ શુભેચ્છા, લખી ખાસ વાત

Priyanka Chopra ટૂંક સમયમાં ફિલ્મ વારાણસીમાં જોવા મળશે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેની બહેન પરિણીતી ચોપરાને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
Nancy ShuklaUpdated on: 22 Oct 2026 06:38 PM IST
Priyanka Chopraએ બહેન પરિણીતી ચોપરાને જન્મદિવસે પાઠવી ખાસ શુભેચ્છા, લખી ખાસ વાતPriyanka Chopraએ બહેન પરિણીતી ચોપરાને જન્મદિવસે પાઠવી ખાસ શુભેચ્છા, લખી ખાસ વાત

Priyanka Chopra

Priyanka Chopra: બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'વારાણસી'ને લઈને ચર્ચામાં છે. પરંતુ આ વખતે તે પોતાની ફિલ્મને કારણે નહીં, પરંતુ બહેન પરિણીતી ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાને કારણે ચર્ચામાં આવી છે.

22 ઓક્ટોબરના રોજ પરિણીતી ચોપરા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર બહેન માટે પ્રેમભર્યો મેસેજ શેર કર્યો છે.

પ્રિયંકાએ ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

પ્રિયંકા ચોપડા અને પરિણીતી ચોપરા કઝીન બહેન છે, પરંતુ બંને વચ્ચે સગી બહેન જેવો પ્રેમ જોવા મળે છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે. જન્મદિવસ હોય કે કોઈ ખાસ પ્રસંગ, બંને એકબીજાને શુભેચ્છા આપવાનું ભૂલતા નથી.

પરિણીતી ચોપરાના જન્મદિવસ નિમિત્તે પ્રિયંકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં પરિણીતી પિંક કલરના ડ્રેસમાં જોવા મળે છે. ખુલ્લા વાળ સાથે તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

આ તસવીર સાથે પ્રિયંકાએ લખ્યું છે કે "હેપ્પી બર્થડે તીશા… તારું આવનારું વર્ષ પ્રેમ, હાસ્ય અને તારા દિલે ઈચ્છેલી તમામ ખુશીઓથી ભરેલું રહે." પ્રિયંકા ચોપરાની આ ખાસ શુભેચ્છા બંને બહેન વચ્ચેના ગાઢ સંબંધ અને પ્રેમને દર્શાવે છે.

Priyanka.webp

ફિલ્મ 'વારાણસી'ને લઈને પણ ચર્ચામાં પ્રિયંકા

પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં ફિલ્મ 'વારાણસી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન એસ.એસ. રાજામૌલી કરી રહ્યા છે, જેના કારણે ફેન્સમાં આ પ્રોજેક્ટને લઈને એક્સાઈટમેન્ટ છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ મોટા બજેટની ફિલ્મ 7 એપ્રિલ, 2027ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું બજેટ આશરે રૂ. 1,400 કરોડ હોવાનું પણ કહેવાય છે. હવે ફેન્સ પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મની સાથે તેના નવા પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Tiger Shroffના હાથ પર ઈજાના નિશાન જોઈ ચિંતામાં ફેન્સ, માતા આયેશા શ્રોફે શેર કર્યો વીડિયો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.