Indian Stock Market: ભારતીય શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 990 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,500ને પાર


ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ
Indian Stock Market: ભારતીય શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 990 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,500ને પાર


ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ
Indian Stock Market: શેરબજારમાં 18 નવેમ્બરના મોટા ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ગુરુવારે જોરદાર રિકવરી જોવા મળી હતી. બજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 એક ટકાથી વધુ તેજી સાથે બંધ થયા હતા. ઓટો, બેન્કિંગ અને FMCG શેરોમાં ખરીદીના જોરે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
HULના શેરમાં 4 ટકાની તેજી જોવા મળી
કારોબારના અંતે BSE સેન્સેક્સ 989.94 પોઈન્ટ એટલે કે 1.21 ટકા વધીને 83,021.75 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 50 286.35 પોઈન્ટ એટલે કે 1.14 ટકા ઉછળીને 25,514.30ના સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 83,043.87 અને નિફ્ટીએ 25,514.30ની ઊંચી સપાટી નોંધાવી હતી. નિફ્ટી 50માં મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ 7.58 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ત્યારબાદ આયશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TMPV અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં પણ ચાર ટકાથી વધુ તેજી જોવા મળી હતી. બીજી તરફ TCS, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી સ્મોલકેપ 100માં 0.71 ટકાનો વધારો
બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ 100માં 1.06 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100માં 0.71 ટકાનો વધારો થયો હતો. સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટો 4.40 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.20 ટકા, FMCG 2.09 ટકા, PSU બેન્ક 2.29 ટકા અને પ્રાઇવેટ બેન્ક 1.39 ટકા વધ્યા હતા. જ્યારે IT ઇન્ડેક્સ 1.10 ટકા ઘટ્યો હતો.
બજાર નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારોની ખરીદી, ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીના ભાવમાં નરમાઈ તથા ઘરેલું માંગ આધારિત ક્ષેત્રોમાં રોકાણકારોના વધતા રસને કારણે બજારને ટેકો મળ્યો હતો. જોકે અમેરિકામાં વ્યાજદર વધવાની ચિંતાઓ અને કંપનીઓના માર્જિન પર દબાણને કારણે આગામી દિવસોમાં તેજીની ગતિ મર્યાદિત રહી શકે છે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




