Electric Trucks: અદાણી સિમેન્ટ દ્વારા ગુજરાતમાં હેવી-ડ્યુટી ઈલેક્ટ્રિક ટ્રકની તૈનાતી, 2030 સુધી 2,000થી વધુ EV ટ્રકનું લક્ષ્ય


Adani Cement Heavy Duty Electric Trucks
Electric Trucks: અદાણી સિમેન્ટ દ્વારા ગુજરાતમાં હેવી-ડ્યુટી ઈલેક્ટ્રિક ટ્રકની તૈનાતી, 2030 સુધી 2,000થી વધુ EV ટ્રકનું લક્ષ્ય


Adani Cement Heavy Duty Electric Trucks
Electric Trucks: અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની અદાણી સિમેન્ટે ગુજરાતમાં તેના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકને લીલી ઝંડી આપી પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે પ્રથમ વખત વીજળીથી ચાલતા ટ્રક તૈનાત કરવામાં આવ્યા છે. કંપનીની આ પહેલ ગ્રીન લોજિસ્ટિક્સ અને ટકાઉ પરિવહન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
2,000થી વધુ ઇલેક્ટ્રિક ટ્રકનો કાફલો તૈયાર કરવાનો લક્ષ્યાંક
કંપનીની યોજના અનુસાર, માર્ચ 2027 સુધીમાં 410 ઈલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરવામાં આવશે. જ્યારે 2030 સુધીમાં 2,000થી વધુ ઇલેક્ટ્રિક ટ્રકનો કાફલો તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. કંપની રોડ પરિવહનમાં EV ટ્રકનો હિસ્સો 10 ટકા સુધી પહોંચાડવા માગે છે.
ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે અનેક રૂટ ઓળખવામાં આવ્યા
અદાણી ગ્રૂપના સિમેન્ટ બિઝનેસના CEO વિનોદ બાહેટીએ જણાવ્યું કે સાંઘી પ્લાન્ટ ખાતેની આ શરૂઆત દેશભરમાં ઈલેક્ટ્રિક પરિવહનના વિસ્તરણનો પાયો બનશે. ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે અનેક રૂટ ઓળખવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક ટ્રકથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સાથે ડીઝલના ભાવમાં થતી વધઘટથી લોજિસ્ટિક્સ ખર્ચમાં રાહત મેળવવાનો પણ પ્રયાસ છે.
ભારત વિશ્વનો બીજા ક્રમનો સિમેન્ટ ઉત્પાદક દેશ
કંપનીના અંદાજ મુજબ, 410 ઈલેક્ટ્રિક ટ્રકનો કાફલો દર વર્ષે 25,000 ટનથી વધુ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે અને આશરે 1.1 કરોડ લિટર ડીઝલનો વપરાશ બચાવી શકશે. ભારત વિશ્વનો બીજા ક્રમનો સિમેન્ટ ઉત્પાદક દેશ હોવાથી આ ક્ષેત્રમાં પરિવહનનું વીજળીકરણ પર્યાવરણ અને ખર્ચ બંને માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. અદાણી સિમેન્ટ આગામી સમયમાં વધુ રૂટ અને પ્લાન્ટમાં આ પહેલનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે.




