Share Market: સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીની માર્કેટ કેપમાં રૂપિયા 3.65 લાખ કરોડનો વધારો


Share Market
Share Market: સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીની માર્કેટ કેપમાં રૂપિયા 3.65 લાખ કરોડનો વધારો


Share Market
Share Market: ભારતીય શેરબજારમાં પાછલા સપ્તાહ દરમિયાન નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં સંયુક્ત રીતે રૂપિયા 3.65 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો. આ તેજીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ભારતી એરટેલ અને ઈન્ફોસિસ સૌથી વધુ ફાયદામાં રહી હતી. જોકે, લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો હતો. ગત સપ્તાહે BSE સેન્સેક્સ 2,256.94 પોઈન્ટ એટલે કે 3.11 ટકા વધ્યો હતો. જ્યારે NSE નિફ્ટીમાં 625.7 પોઈન્ટ અથવા 2.77 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં આવેલી આ તેજીની સીધી અસર દેશની અગ્રણી કંપનીઓના બજારમૂલ્ય પર જોવા મળી હતી.
TCS, એરટેલ અને ઈન્ફોસિસને સૌથી વધુ ફાયદો
સપ્તાહ દરમિયાન TCSના માર્કેટ કેપમાં રૂપિયા 1,08,542.63 કરોડનો વધારો થયો હતો અને તે વધીને રૂપિયા 8,91,134.96 કરોડ થયું હતું. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂપિયા 61,406.53 કરોડ વધીને રૂપિયા 11,88,815.45 કરોડ થયું હતું. જ્યારે ઈન્ફોસિસના માર્કેટ કેપમાં રૂપિયા 55,893.05 કરોડનો વધારો નોંધાયો હતો અને તે રૂપિયા 4,71,409.41 કરોડ પર પહોંચ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂપિયા 53,047.56 કરોડનો વધારો થતાં તે રૂપિયા 16,37,437.19 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 32,379.05 કરોડ વધીને રૂપિયા 11,22,628.07 કરોડ અને ICICI બેન્કનું રૂપિયા 30,769.95 કરોડ વધીને રૂપિયા 10,02,871.44 કરોડ થયું હતું. આ ઉપરાંત, બજાજ ફાઈનાન્સના માર્કેટ કેપમાં રૂપિયા 14,786.65 કરોડ, LICમાં રૂપિયા 4,933.50 કરોડ અને SBIમાં રૂપિયા 3,323.07 કરોડનો વધારો નોંધાયો હતો.
L&Tને નુકસાન, રિલાયન્સ ટોચ પર
બીજી તરફ, L&Tનું માર્કેટ કેપ રૂપિયા 9,232.26 કરોડ ઘટીને રૂપિયા 4,99,725.06 કરોડ થયું હતું. ટોચની કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને યથાવત રહી હતી. ત્યારબાદ ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, TCS, SBI, બજાજ ફાઈનાન્સ, LIC, L&T અને ઈન્ફોસિસનો ક્રમ રહ્યો હતો.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.
આ પણ વાંચો: IRFC Share Price: કંપનીએ રેકોર્ડબ્રેક ડિવિડન્ડની કરી જાહેરાત, શેરમાં આવ્યો 4 ટકાનો ઉછાળો





