IRFC Share Price: કંપનીએ રેકોર્ડબ્રેક ડિવિડન્ડની કરી જાહેરાત, શેરમાં આવ્યો 4 ટકાનો ઉછાળો


IRFC Share Price
IRFC Share Price: કંપનીએ રેકોર્ડબ્રેક ડિવિડન્ડની કરી જાહેરાત, શેરમાં આવ્યો 4 ટકાનો ઉછાળો


IRFC Share Price
IRFC Share Price: રેલવે ક્ષેત્રને ધિરાણ આપતી સરકારી કંપની ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC)ના શેરમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં મજબૂત પરિણામો અને રેકોર્ડ ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત બાદ શાનદાર રિકવરી જોવા મળી હતી. ઈન્ટ્રા-ડે દરમિયાન 2 ટકાથી વધુ ઘટ્યા બાદ શેરમાં તેજી આવી હતી અને અંતે BSE પર 1.65 ટકાના વધારા સાથે રૂપિયા 80.30ના ભાવે બંધ થયો હતો. શરૂઆતના કારોબારમાં IRFCનો શેર 2.13 ટકા ઘટીને ₹77.32 સુધી પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ ખરીદી વધતાં શેરમાં સુધારો જોવા મળ્યો અને તે ₹81ના ઈન્ટ્રા-ડે સ્તર સુધી પહોંચ્યો હતો.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 10 ટકા વધ્યો
નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન IRFCનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 10 ટકા વધીને ₹1,958 કરોડ નોંધાયો હતો. કંપનીની કામગીરીમાંથી આવક 23.5 ટકા વધીને રૂપિયા 7,866.41 કરોડ થઈ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક રૂપિયા 6,372 કરોડથી વધીને રૂપિયા 7,924 કરોડ થઈ હતી. જોકે, કંપનીનો ખર્ચ પણ રૂપિયા 4,595 કરોડથી વધીને રૂપિયા 5,966 કરોડ નોંધાયો હતો. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ કુમાર દુબેના જણાવ્યા અનુસાર, IRFC 2.0 વ્યૂહરચના હેઠળ પરંપરાગત રેલવે ધિરાણ ઉપરાંત રેલવે સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોમાં નાણાકીય સહાય આપવાના પ્રયાસોનાં પ્રારંભિક પરિણામો સકારાત્મક રહ્યા છે.
દરેક શેર પર કેટલું મળશે ડિવિડન્ડ?
કંપનીએ દરેક શેર પર રૂપિયા 1.15ના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનું તેનું સૌથી મોટું ઇન્ટરિમ ડિવિડન્ડ છે. આ ડિવિડન્ડ માટે 23 ઓક્ટોબર, 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. IRFCનો શેર 29 ડિસેમ્બર, 2025ના રોજ રૂપિયા 137.10ના સ્તરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઘટાડો નોંધાતાં 9 ઓક્ટોબર, 2026ના રોજ રૂપિયા 74.10ના એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. તેના અગાઉના રૂપિયા 137.10ના સ્તરથી શેરમાં આશરે 46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શેરનો ઐતિહાસિક ઊંચો ભાવ ₹229.05 રહ્યો હતો, જે 15 જુલાઈ, 2024ના રોજ નોંધાયો હતો.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.





