Get News Alerts

Never miss breaking news updates.

Share Market : LTCG મામલે નાણામંત્રીની આ ટિપ્પણી બાદ બજારમાં આવ્યો તગડો ઉછાળો, IT શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી

Share Market : ભારતીય શેરબજારમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ હટાવવાની સંભાવના અંગે ચર્ચા અને ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામોને કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 04:38 PM IST
Share Market : LTCG મામલે નાણામંત્રીની આ ટિપ્પણી બાદ બજારમાં આવ્યો તગડો ઉછાળો, IT શેરોમાં જોરદાર ખરીદી જોવા મળીShare Market : LTCG મામલે નાણામંત્રીની આ ટિપ્પણી બાદ બજારમાં આવ્યો તગડો ઉછાળો, IT શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી

Share Market

Share Market : ભારતીય શેરબજારમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ હટાવવાની સંભાવના અંગે ચર્ચા અને ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામોને કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો હતો. બજારના આ ઉછાળામાં સેન્સેક્સ 1,109.10 પોઈન્ટ એટલે કે 1.54 ટકા વધીને 73,033.78 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 358.60 પોઈન્ટ એટલે કે 1.60 ટકા વધીને 22,721.95 પર બંધ થયો હતો.

IT શેરોમાં સૌથી વધુ તેજી

બજારમાં તેજીનું નેતૃત્વ IT શેરોએ કર્યું હતું. નિફ્ટી IT ઈન્ડેક્સ 5.22 ટકા વધીને સૌથી વધુ લાભ મેળવનારો ઈન્ડેક્સ બન્યો હતો. HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસ જેવા શેરોમાં ખરીદી જોવા મળી હતી. આ ઉપરાંત રિયલ્ટી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, PSU બેન્ક, FMCG, ઓટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સહિતના મોટા ભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી ફાર્મા લગભગ સપાટ રહ્યો હતો. મિડકેપ શેરોમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 624.65 પોઈન્ટ વધીને 59,459.20 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 21.60 પોઈન્ટ વધીને 19,447.40 પર પહોંચ્યો હતો.

LTCG ટેક્સ અંગે ચર્ચાથી રોકાણકારોમાં આશા

બજારમાં તેજી પાછળનું એક મુખ્ય કારણ નાણામંત્રી નિર્મલા સીતારમણના LTCG ટેક્સ અંગેના નિવેદનને માનવામાં આવી રહ્યું છે. બજેટ સંબંધિત ચર્ચા દરમિયાન લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ દૂર કરવા અંગે લોકોના અભિપ્રાય જાણવાની વાત સામે આવી હતી. જોકે, ટેક્સ હટાવવાનો કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો હોવાની પુષ્ટિ નથી. નિષ્ણાતોના મતે, ટેક કંપનીઓનાં અપેક્ષા કરતાં સારા પરિણામો, રૂપિયાની સ્થિરતા અને બોન્ડ યીલ્ડમાં ઘટાડાએ પણ બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું હતું. પરિણામે બેન્કિંગ અને અન્ય મોટા શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો : UPI MDR Charge: દિવાળી સુધી UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ નહીં લાગે, NPCIએ નિર્ણય ટાળ્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.