EPFO PF Withdrawal: PFમાંથી 90 ટકા રકમ ઉપાડવાની મંજૂરી, કરોડો કર્મચારીઓને મળશે રાહત


PFમાંથી 90 ટકા રકમ ઉપાડવાની મંજૂરી
EPFO PF Withdrawal: PFમાંથી 90 ટકા રકમ ઉપાડવાની મંજૂરી, કરોડો કર્મચારીઓને મળશે રાહત


PFમાંથી 90 ટકા રકમ ઉપાડવાની મંજૂરી
EPFO PF Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કરોડો કર્મચારીઓને રાહત આપતા મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપી છે. હવે 55 વર્ષ સુધીની ઉંમરના સભ્યો પોતાના PF ખાતામાં જમા થયેલી રકમમાંથી 90 ટકા સુધી ઉપાડી શકશે. અગાઉ આ મર્યાદા 75 ટકા હતી. નવા નિર્ણયથી કર્મચારીઓને આર્થિક જરૂરિયાતના સમયે પોતાની બચતનો વધુ ઉપયોગ કરવાની સુવિધા મળશે.
અગાઉ 12 મહિના રાહ જોવી પડતી હતી
EPFO દ્વારા નોકરી ગુમાવ્યા બાદ PF ઉપાડવા માટેની રાહ જોવાની અવધિમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ નોકરી છૂટ્યા બાદ PF ઉપાડવા માટે 12 મહિના રાહ જોવી પડતી હતી, પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને માત્ર બે મહિના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર બેરોજગારીના સમયગાળામાં કર્મચારીઓને આર્થિક રાહત આપશે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા આ મહત્વપૂર્ણ સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ માટે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) શરૂ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.
EPFOના આ સુધારાઓથી કર્મચારીઓની નાણાકીય સુવિધા વધશે
નવી વ્યવસ્થા હેઠળ નિવૃત્તિ બાદ સભ્યો પોતાના PFનું આખું ભંડોળ એકસાથે ઉપાડવાને બદલે માસિક હપ્તામાં રકમ મેળવી શકશે. ખાતામાં બાકી રહેલી રકમ પર EPFOના નિર્ધારિત વ્યાજદર મુજબ વ્યાજ મળતું રહેશે. આ યોજનાનો મુખ્ય હેતુ નિવૃત્ત કર્મચારીઓને નિયમિત અને સ્થિર આવકનો સ્ત્રોત પૂરો પાડવાનો છે. જેથી તેઓ જીવનભરની બચતને એકસાથે ખર્ચવાને બદલે આયોજનપૂર્વક ઉપયોગ કરી શકે અને નાણાકીય સુરક્ષા જાળવી શકે.
જો માસિક ચુકવણી દરમિયાન સભ્યનું મૃત્યુ થાય તો નોમિની અથવા આશ્રિત વ્યક્તિ ખાતામાં બાકી રહેલી રકમ એકસાથે ઉપાડી શકે અથવા માસિક ચુકવણી ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. EPFOના આ સુધારાઓથી કર્મચારીઓની નાણાકીય સુવિધા વધશે અને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થશે.




