Get News Alerts

Never miss breaking news updates.

Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સના નફામાં 148%નો ઉછાળો, બીજા ક્વાર્ટરમાં રૂપિયા 1,323 કરોડનો નફો

Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 05:17 PM IST
Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સના નફામાં 148%નો ઉછાળો, બીજા ક્વાર્ટરમાં રૂપિયા 1,323 કરોડનો નફોAdani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સના નફામાં 148%નો ઉછાળો, બીજા ક્વાર્ટરમાં રૂપિયા 1,323 કરોડનો નફો

Adani Energy Solutions Q2 Results

Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 148% વધીને રૂપિયા 1,323 કરોડ થયો છે. ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 534 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામગીરીથી થતી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

કંપનીની કામગીરીમાંથી થતી આવક 53% વધી

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી થતી આવક 53% વધીને રૂપિયા 10,076 કરોડ થઈ છે. જ્યારે કંપનીની કુલ આવક 51% વધીને રૂપિયા 10,239 કરોડ નોંધાઈ છે. ગત વર્ષે સમાન સમયગાળામાં કુલ આવક રૂપિયા 6,767 કરોડ હતી. કંપનીનો કરવેરા પહેલાંનો નફો પણ રૂપિયા 746 કરોડથી વધીને રૂપિયા 1,767 કરોડ થયો છે.

અગાઉના ક્વાર્ટરની સરખામણીએ પણ સુધારો

જૂન ક્વાર્ટરની સરખામણીએ પણ કંપનીના નફામાં 15%નો વધારો થયો છે. અગાઉના ક્વાર્ટરમાં રૂપિયા 1,149 કરોડનો નફો હતો, જે વધીને રૂપિયા 1,323 કરોડ થયો છે. આવક પણ રૂપિયા 9,711 કરોડથી વધીને રૂપિયા 10,076 કરોડ થઈ છે. જોકે, કંપનીના કુલ ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 54% વધીને રૂપિયા 8,756 કરોડ થયો છે. વીજળીની ખરીદી પાછળનો ખર્ચ વધીને રૂપિયા 3,244 કરોડ થયો છે, જ્યારે બાંધકામ સંબંધિત ખર્ચ રૂપિયા 2,256 કરોડ રહ્યો છે. કંપનીનો વ્યાજ ખર્ચ પણ 35% વધીને રૂપિયા 1,180 કરોડ થયો છે.

પ્રથમ છ મહિનામાં નફો 136% વધ્યો

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 136% વધીને રૂપિયા 2,472 કરોડ થયો છે. આ સમયગાળામાં કામગીરીમાંથી આવક 47% વધીને રૂપિયા 19,787 કરોડ નોંધાઈ છે. બીજી તરફ, સપ્ટેમ્બર 2026ના અંતે કંપનીનું કુલ બાકી દેવું રૂપિયા 51,520 કરોડ હતું, જે માર્ચ 2026ના અંતે રૂપિયા 48,898 કરોડ હતું. આમ, છ મહિનામાં દેવામાં રૂપિયા 2,622 કરોડનો વધારો થયો છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: Business: અદાણી ગ્રીન એનર્જીના ઊર્જા વેચાણમાં 32%નો ઉછાળો, પ્રથમ છમાસિક ગાળામાં EBITDA વધ્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.