Get News Alerts

Never miss breaking news updates.

Mars Transit in Cancer: આજથી મંગળ કર્કમાં નીચનો મંગળ દેશ-દુનિયામાં મોટી ઉથલપાથલો કરશે

Mars Transit in Cancer: 18 સપ્ટેમ્બરે મંગળનું કર્ક રાશિમાં ગોચર અને ગુરુ સાથે યુતિથી 'નીચભંગ રાજયોગ' રચાશે. જાણો દેશ, શેરબજાર અને રાશિઓ પર તેની શું અસર થશે.
Nancy ShuklaUpdated on: 18 Sep 2026 05:23 PM IST
Mars Transit in Cancer: આજથી મંગળ કર્કમાં નીચનો મંગળ દેશ-દુનિયામાં મોટી ઉથલપાથલો કરશેMars Transit in Cancer: આજથી મંગળ કર્કમાં નીચનો મંગળ દેશ-દુનિયામાં મોટી ઉથલપાથલો કરશે

Mars Transit in Cancer

Mars Transit in Cancer: 18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે આશરે 5:03 વાગ્યે મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને 12 નવેમ્બર સુધી અહીં રહેશે. કર્કમાં પહેલેથી જ ગુરુની સ્થિતિ હોવાથી મંગળ-ગુરુની યુતિ બનશે અહીં ગુરુ ઉચ્ચ રાશિમાં અને મંગળ નીચે રાશિમાં બનતો હોવાથી. વૈદિક જ્યોતિષમાં આ સંયોગને વિશેષ મહત્વ આપી ‘નીચભંગ’ રાજયોગની રચના ગણવામાં આવે છે, તેથી તેનું ફળ નકારાત્મક નહીં રહે.

અમેરિકા ઈરાન યુદ્ધ અંતના સંકેતો

ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, જ્યોતિષમાં મંગળને યુદ્ધ, સૈન્ય અને સંઘર્ષનો કારક ગ્રહ માનવામાં આવતો હોવાથી આ સમયગાળામાં સીમા સુરક્ષા, ડિફેન્સ, આંતરરાષ્ટ્રીય વાટાઘાટો અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ મહત્વના બની શકે છે. પરંતુ 18 સપ્ટેમ્બરથી ગુરુ અને મંગળ કર્ક રાશિમાં સાથે રહી નીચ ભંગ રાજ્યોગ રચશે જેના કારણે અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં સૌથી મોટો વળાંક આવવાની પૂરી શક્યતા છે

ખાસ કરીને સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન કોઈપણ દેશ મોટા દેશની મધ્યસ્થી આ બંને દેશો વચ્ચેના તણાવમાં ઘટાડો થાય અને ફરી યુદ્ધ વિરામ જેવી ઘોષણા થઈ શકે.

18 સપ્ટેમ્બર થી 12 નવેમ્બર સુધીમાં સોનાચાંદી શેર બજાર અને ક્રૂડના ભાવોમાં અસાધારણ વધઘટ થશે ક્રૂડમાં ઘટાડો અને સોના ચાંદી અને શેર બજારમાં વધારો જોવા મળી શકે છે. ક્યારેય તેમાં ઘટાડા અને ક્રૂડમાં વધારો આવવો અથવા તીવ્ર ઘટાડા જોવા મળી શકે છે.

ભારત દેશ માટે શું સંકેત?

ભારત દેશના વૃષભ લગ્ન અનુસાર ત્રીજા પાડોશી ભાવમાંથી મંગળનું પસાર થવું. સરહદ પર થોડી પહન અને પાડોશી દેશ સાથે નાની મોટી ગરમા ગરમી કરવી શકે, ગુરુ સાથે યોગ હોવાને કારણે દેશ માટે કોઈ મોટી ગંભીર બાબત નહીં બની શકે.

જ્યારે કર્ક રાશિ જળ, તત્વ, જનતા, ઘર-પરિવાર અને આંતરિક સુરક્ષા સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી આ ગોચર દરમિયાન પાણીની ઘટના, આગ, અકસ્માત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, અને શસ્ત્ર સંબંધિત બાબતોમાં મોટા પ્રમાણમાં ઘટના બની શકે.

કર્ક જળ તત્વની રાશિ હોવાથી વરસાદ, જળસંગ્રહ, નદી-ડેમ અને દરિયાઈ વિસ્તારો સંબંધિત ઘટનાઓ તરફ પણ જ્યોતિષીઓનું ધ્યાન રહેશે. જોકે વરસાદ કે કુદરતી આફત આવી શકે, નાનું મોટું નુકશાન પણ થઈ શકે છે.

શેરબજાર અને અર્થતંત્ર

મંગળની ઉર્જા અને ગુરુની વૃદ્ધિ સાથેની યુતિને જ્યોતિષીય રીતે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, એનર્જી, રિયલ એસ્ટેટ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સક્રિયતા સાથે જોડવામાં આવે છે. બીજી તરફ મંગળ કર્કમાં હોવાથી અચાનક ઉતાવળભર્યા નિર્ણયો અને બજારમાં વોલેટિલિટી વધવાની શક્યતા પણ જ્યોતિષીય રીતે દર્શાવવામાં આવે છે.

6 રાશિઓ માટે પરિવર્તનના સંકેત

કન્યા: 11મા ભાવમાં મંગળથી આવક, નેટવર્ક, વ્યવસાયિક સંપર્કો અને લાભની તકો વધી શકે.

કુંભ: છઠ્ઠા ભાવનો મંગળ સ્પર્ધા, નોકરી અને વિરોધીઓ સામે મજબૂત સ્થિતિ બનાવવાના પ્રયત્નોને વેગ આપી શકે.

તુલા: દશમા ભાવમાં મંગળ કારકિર્દી અને વ્યવસાયમાં નવી જવાબદારી તથા સક્રિયતા લાવી શકે.

વૃષભ: ત્રીજા ભાવમાં મંગળ સાહસ, પરાક્રમ, પ્રવાસ અને સ્પર્ધાત્મક પ્રયાસોને વેગ આપી શકે.

સિંહ: બારમા ભાવના ગોચરથી વિદેશ, આંતરરાષ્ટ્રીય સંપર્કો, વિદેશી કંપનીઓ તથા ખર્ચ સંબંધિત બાબતો સક્રિય થઈ શકે.

મેષ: ઘર, મિલકત, વાહન અને પરિવાર સંબંધિત નિર્ણયો માટે સમય મહત્વનો બની શકે; ઉતાવળ કરતાં આયોજન જરૂરી રહેશે.

ખાસ સમયગાળો

મંગળ-ગુરુની યુતિનો સૌથી મહત્વનો તબક્કો 18 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી રહેશે, કારણ કે ઉપલબ્ધ ગોચર ગણતરી મુજબ 31 ઓક્ટોબરે ગુરુ કર્ક છોડે છે. ત્યારબાદ 12 નવેમ્બર સુધી મંગળ એકલો કર્કમાં રહેશે અને ગ્રહયોગનું સ્વરૂપ બદલાશે.

આ પણ વાંચો: Ganesh Chaturthi 2026: ગણપતિ બાપ્પાને વિદાય આપતી વખતે શું કરવું અને શું ન કરવું? જાણો વિસર્જનના જરૂરી નિયમો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.