Ganesh Chaturthi 2026 : ગણેશ કૃપા મેળવવાની સંપૂર્ણ પૂજા વિધિ જાણો, શુભ મુહૂર્ત, મંત્ર, પ્રસાદ અને ખાસ નિયમો



Ganesh Chaturthi 2026
Ganesh Chaturthi 2026 : ગણેશ કૃપા મેળવવાની સંપૂર્ણ પૂજા વિધિ જાણો, શુભ મુહૂર્ત, મંત્ર, પ્રસાદ અને ખાસ નિયમો



Ganesh Chaturthi 2026
Ganesh Chaturthi 2026 : ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ, શુભતાના દેવ અને વિઘ્નહર્તા તરીકે માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું સ્મરણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો યથાશક્તિ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીને પૂજન-અર્ચન કરી શકે છે. જણાવાયેલા શુભ સમય મુજબ સવારે 7:07થી 7:59 અમૃત, સવારે 9:31થી 11:13 શુભ, બપોરે 2:07થી 3:39 ચલ, બપોરે 3:39થી 5:11 લાભ, સાંજે 5:11થી 6:43 અમૃત અને રાત્રે 6:43થી 8:11 ચલ સમય દર્શાવવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા જાણીતા ધર્મવિદ ચેતન પટેલે જણાવ્યું કે, ગણેશ ચતુર્થીએ શુભ મુહર્ત આ રહેશે
7.07 થી 7.59 અમૃત
9.31 થી 11.13 શુભ
બપોરે 2.07 થી 3.39 ચલ
બપોરે 3. 39 થી 5.11 લાભ
સાજે 5.11 થી 6 .43 અમૃત
રાત્રે 6.43 થી 8.11 ચલ
દાદાની કૃપા પ્રાપ્ત થશે
ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન દેવી રીતે સિદ્ધિ સહિત કરી પુજન અર્ચન કરે છે અને ગણેશજીના આશીર્વાદ મેળવે છે જે થી અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ તેમજ શુભતા ના દેવ વિઘ્નહરતા દેવ કહેવાય છે
જેથી કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે, માટે આદિકાળથી ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં આપના કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
ગણેશજીને રીઝવવા માટેના શ્રેષ્ઠ મંત્રો
01-ઓમ ગં ગણપતયે નમઃ
02-ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ મિશ્રિત જળ થી સ્નાન ખુબ પ્રિય છે તેમની પાસે જલ અવશ્ય રાખવું
ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે
ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે
ગણેશજીને પ્રિય પ્રસાદ
અનેક પ્રકારના મોદક,ચુરમાના લાડુ, તેમજ ગોળ
ગણેશજીને મન ગમતા પુષ્પ - જાસુદ લાલ પીળા, લાલ ગુલાબના પુષ્પ, પીળા કેસરી ગલગોટા હજારીગલના પુષ્પ
પ્રિય ફળ - કેળા, ચીકુ, સીતાફળ સફરજન, પપૈયુ
ગણેશજીને ધરો કેમ પ્રિય છે
કેવી રીતે અર્પણ કરાય ધરો- ગણેશજીને ધરો અતિપ્રિય છે અચૂક તેમને અર્પણ કરવી કહેવાય છે કે ગણેશજી ને ધરો ની 21 ગાંઠો અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય તેમજ જીવન માં શીતળતા અને સુખ પ્રાપ્ત થાય છે, ગણેશજીને સમીપત્ર પ્રિય છે તે અર્પણ કરી શકાય તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે
ગણેશજીને અપ્રિય બાબતો
ગણેશ પૂજામાં કઈ ભૂલ કદી ન કરવી, નહીતો પૂજા નિષ્ફળ જશે
ભગવાન ગણેશને અપ્રિય 5 ચીજોથી દુર રહો
તુલસી, ખંડિત સૂકા ચોખા , કેતકીકે સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ ચંદન ચઢાવવામાં આવતા નથી કેમકે તે ચંદ્રથી સંબંધિત છે , ગણેશજીને અન્ય અપ્રિય બાબતોમાં કેક, પેસ્ટ્રી, પીઝા, પાસ્તા સેન્ડવીચ જેવી ચીજો ન ધરાવી શકાય
ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન થાળ સ્વરૂપે મોદક સહિત ધરાવી શકાય
બીજું ઘણા ભક્તોને એવો પણ સંશય રહે છે કે ઓફિસ કે ફેક્ટરીમાં સ્થાપન કર્યા પછી તેને બંધ કરાય નહીં તેવો કોઈ વહેમ રાખવો નહીં હા, એકવાત જરૂરી છે સ્થાપન કર્યા પછી બંને સમય તેમનું પુજન અર્ચન થવું જોઈએ અને બંને સમય ફુલહાર પ્રસાદ ધૂપ દીપ આરતી કરવી જરૂરી છે.
Story Credit : જાણીતા જ્યોતિષી ચેતન પટેલ
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





