Diwali 2026 : વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન: દિવાળી 2026 માટે GLPCનું ખાસ ગિફ્ટ કલેક્શન, ₹500થી હેમ્પર્સ ઉપલબ્ધ


Diwali 2026 વોકલ ફોર લોકલ પ્રોત્સાહન મહિલા
Diwali 2026 : વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન: દિવાળી 2026 માટે GLPCનું ખાસ ગિફ્ટ કલેક્શન, ₹500થી હેમ્પર્સ ઉપલબ્ધ


Diwali 2026 વોકલ ફોર લોકલ પ્રોત્સાહન મહિલા
Diwali 2026 : આ કલેક્શનના માધ્યમથી રાજ્યના વિવિધ જિલ્લાનાં મહિલા સખી મંડળો અને સ્વસહાય જૂથોની બહેનોની કારીગરીને બજાર મળી રહેશે. રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત GLPC દ્વારા તૈયાર કરવામાં આવેલા આ હેમ્પર્સ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને પ્રોત્સાહન આપે છે. અમદાવાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગર, આણંદ, ગીર સોમનાથ, જામનગર, સુરત, વલસાડ, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓનાં મહિલા જૂથોએ આ કલેક્શન તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે.
ગત વર્ષે આ પ્રકલ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા હેમ્પર્સના વેચાણથી અંદાજે એક કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી. આ સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે આશરે 32 સ્વસહાય જૂથો દ્વારા વિવિધ પ્રકારનાં ગિફ્ટ હેમ્પર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
મહિલા સ્વસહાય જૂથોની મહેનતને કરો સલામ
આ કલેક્શનમાં પરંપરાગત હસ્તકલા, સ્વદેશી ઉત્પાદનો અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરિરાજ સ્વસહાય જૂથ દ્વારા ગૌમાતા પંચપ્રસાદમ હેઠળ પંચગવ્ય દીવા, દિવ્ય ધૂપ અને શુદ્ધ ગીર ગાયના ઘીથી તૈયાર કરેલી વસ્તુઓ રજૂ કરવામાં આવી છે. જ્યારે ‘હાર્વેસ્ટ ઓફ હેલ્થ’ અને ‘પ્યોરલી ઓર્ગેનિકા’ શ્રેણીમાં શુદ્ધ મધ, ઓર્ગેનિક હળદર, હર્બલ ટી, બોડી ડિટોક્સ પાવડર અને મિલેટ્સમાંથી બનેલા દેશી નાસ્તા ઉપલબ્ધ છે.
ગુજરાતની હસ્તકલાની ઓળખને ઉજાગર કરતા ‘કચ્છ હેરિટેજ’, ‘ધ રોયલ વિવ’ અને ‘ધ વોવન હેરિટેજ’ કલેક્શનમાં અજરખ પ્રિન્ટ, કચ્છી અને સૂફ ભરતકામ, આર્ટ ફ્રેમ્સ તથા પટોળા સ્ટોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘પ્રકૃતિ’ અને ‘ટેરા હેરિટેજ’ શ્રેણીમાં નાળિયેરની કાચલીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી કટલરી, માટીનાં વાસણો, લિપણ આર્ટ અને ઓર્ગેનિક પર્સનલ કેર પ્રોડક્ટ્સ પણ સામેલ છે.
સ્વદેશી કારીગરીથી સજ્જ દિવાળી ગિફ્ટ હેમ્પર્સ
આ દિવાળી હેમ્પર્સની કિંમત રૂ. 500થી રૂ. 4,599 સુધી રાખવામાં આવી છે. જોકે, શિપિંગ ચાર્જ અને GST અલગથી લાગુ પડશે. નાગરિકો અને વિવિધ સંસ્થાઓ સંબંધિત સખી મંડળોના પ્રતિનિધિઓનો સંપર્ક કરીને ઓર્ડર આપી શકશે. આ પહેલથી સ્થાનિક ઉત્પાદનોને બજાર, મહિલા કારીગરોને આવક અને ગ્રામ્ય પરિવારોને આજીવિકાની નવી તકો મળવાની આશા છે. આ દિવાળીએ સ્વદેશી ભેટોની પસંદગી કરીને મહિલા સ્વસહાય જૂથોની મહેનતને પ્રોત્સાહન આપવાનો સંદેશ આ કલેક્શન આપે છે.





