Lakshmi Puja: માતા લક્ષ્મીની પૂજા માટે 3 શુભ મુહૂર્ત, જાણો સમય અને સંપૂર્ણ વિધિ


Lakshmi Puja: લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ
Lakshmi Puja: માતા લક્ષ્મીની પૂજા માટે 3 શુભ મુહૂર્ત, જાણો સમય અને સંપૂર્ણ વિધિ


Lakshmi Puja: લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ
Diwali 2026: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ વર્ષે 8 નવેમ્બર, 2026ના રોજ રવિવારે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા આ પર્વ પર ઘરમાં દીવા પ્રગટાવી, રંગોળી બનાવી અને રોશનીથી ઘર સજાવવામાં આવે છે. દિવાળીની સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
દિવાળી 2026માં લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર, 8 નવેમ્બરે લક્ષ્મી પૂજા માટે મુખ્ય શુભ મુહૂર્ત સાંજે 5:54થી રાત્રે 7:50 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્તનો સમયગાળો 1 કલાક અને 56 મિનિટનો છે. આ ઉપરાંત પ્રદોષ કાળ સાંજે 5:31થી રાત્રે 8:09 વાગ્યા સુધી રહેશે. વૃષભ કાળ એટલે કે સ્થિર લગ્ન પણ સાંજે 5:54થી રાત્રે 7:50 વાગ્યા સુધી છે. જ્યારે નિશિતા કાળમાં રાત્રે 11:49થી 9 નવેમ્બરની મધરાતે 12:41 વાગ્યા સુધી પૂજા કરી શકાશે. આ સમય ખાસ કરીને તાંત્રિક પૂજા માટે શુભ માનવામાં આવે છે.
લક્ષ્મી પૂજા માટે જરૂરી સામગ્રી
પૂજા પહેલાં માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરજીની મૂર્તિ અથવા તસવીર, તાંબા કે પિત્તળનો કળશ, ગંગાજળ, સ્વચ્છ પાણી, સોપારી, સિક્કો, પાંચ આંબા કે અશોકનાં પાન, નારિયેળ, લાલ કે પીળું વસ્ત્ર, ચોખા, રોળી, ચંદન અને નાડાછડી સહિતની સામગ્રી તૈયાર રાખવી.
લક્ષ્મી પૂજાની સરળ વિધિ
સૌપ્રથમ પૂજાસ્થળની સફાઈ કરી રંગોળી બનાવો અને ચોકી પર લાલ કે પીળું વસ્ત્ર પાથરી માતા લક્ષ્મી તથા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ કળશ સ્થાપના કરી ભગવાનને તિલક, ચોખા, ફૂલ અને પ્રસાદ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવી લક્ષ્મીજી અને ગણેશજીના મંત્રોનો જાપ કરો. અંતે આરતી કરીને પરિવારના સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: Diwali 2026: 8 કે 9 નવેમ્બર, દિવાળી 2026 ક્યારે છે? જાણો લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને ભાઈબીજની તારીખ




