Devuthani Ekadashi 2026: 20 કે 21 નવેમ્બરે ક્યારે છે દેવઉઠી એકાદશી? જાણો વ્રતની સાચી તારીખ અને સુખ-સમૃદ્ધિ માટેના ખાસ ઉપાય

Devuthani Ekadashi 2026: દેવઉઠી એકાદશી 2026માં 20 કે 21 નવેમ્બરે ઉજવાશે? જાણો બંને સંપ્રદાયની વ્રત તારીખ અને સુખ-સમૃદ્ધિ માટેના પાંચ ધાર્મિક ઉપાય.
Nancy Shukal
Nancy Shukal
Devuthani Ekadashi 2026: દેવઉઠી એકાદશી 2026ની તારીખ અને ઉપાયDevuthani Ekadashi 2026: દેવઉઠી એકાદશી 2026ની તારીખ અને ઉપાય

Devuthani Ekadashi 2026: દેવઉઠી એકાદશી 2026ની તારીખ અને ઉપાય

Devuthani Ekadashi 2026: હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશી અથવા પ્રબોધિની એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગનિદ્રામાંથી જાગૃત થાય છે અને ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. આ સાથે જ લગ્ન સહિતનાં અન્ય માંગલિક કાર્યોની પણ ફરી શરૂઆત થાય છે. વર્ષ 2026માં દેવઉઠી એકાદશીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે કે આ પર્વ 20 નવેમ્બરે છે કે 21 નવેમ્બરે?

પંચાંગ અનુસાર, સ્માર્ત અને ગૃહસ્થ સંપ્રદાયના લોકો 20 નવેમ્બર, 2026ના રોજ દેવઉઠી એકાદશીનું વ્રત રાખશે. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ 21 નવેમ્બરે આ પવિત્ર તહેવાર ઉજવશે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ કરાવવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે.

દેવઉઠી એકાદશીના ખાસ ઉપાય

આર્થિક સમૃદ્ધિ માટે - આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીને પ્રસાદ તરીકે સાકરનાં બટાશા અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે કેટલાક સિક્કા અને કોડી પણ રાખો. પૂજા પૂર્ણ થયા બાદ આ સિક્કા અને કોડીને તિજોરીમાં રાખવાની માન્યતા છે.

સૌભાગ્ય વધારવા માટે - દેવઉઠી એકાદશીના દિવસે તુલસીના છોડ પર લાલ ચુંદડી અર્પણ કરો. આ સાથે ભગવાન વિષ્ણુને એકાક્ષી નાળિયેર ચઢાવો. ધાર્મિક માન્યતા અનુસાર, તેનાથી જીવનમાં સૌભાગ્ય જળવાઈ રહે છે.

પરિવારની ખુશહાલી માટે - આ દિવસે પંજરીનો પ્રસાદ બનાવો. તેમાં કેળાના ટુકડા અને તુલસીનાં આખાં પાન ઉમેરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવી પરિવારના સભ્યોમાં વહેંચો.

આવક વધારવા માટે - ભગવાન વિષ્ણુને હળદરનું તિલક કરો અને તુલસીપત્ર અર્પણ કરીને તેમની પૂજા કરો. માન્યતા અનુસાર, આ ઉપાયથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

લગ્નજીવનની સમસ્યાઓ દૂર કરવા માટે - પતિ-પત્નીએ સાથે મળીને દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ. જ્યારે દીકરીના લગ્નમાં અડચણો આવતી હોય તો પાંચ તુલસીપત્ર પર હળદરનું તિલક કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાની માન્યતા છે.

આ તમામ ઉપાયો ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. દેવઉઠી એકાદશીના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Venus Transit 2026: શુક્રનું ચિત્રા નક્ષત્રમાં ગોચર, આ રાશિઓનું ચમકશે ભાગ્ય, ધનલાભથી કરિયરમાં પ્રગતિના યોગ!