Get News Alerts

Never miss breaking news updates.

ભારત આવશે દુનિયાની મહાસત્તાઓ! પુતિન-જિનપિંગ નવી દિલ્હી આવશે, BRICS પર દુનિયાની નજર

BRICS Shikhar Sammelan: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત થનારા બ્રિક્સ શિખર સમ્મેલનમાં સામેલ થશે. રાષ્ટ્રપતિના સહાયકે આ જાણકારી આપી છે. ભારતમાં બ્રિક્સની અધ્યક્ષતાને લઈને સપ્ટેમ્બરમાં યોજાનારા વાર્ષિક શિખર સમ્મેલનની યજમાની કરશે.
Admin
AdminUpdated on: 19 May 2026 08:55 PM IST
ભારત આવશે દુનિયાની મહાસત્તાઓ! પુતિન-જિનપિંગ નવી દિલ્હી આવશે, BRICS પર દુનિયાની નજરભારત આવશે દુનિયાની મહાસત્તાઓ! પુતિન-જિનપિંગ નવી દિલ્હી આવશે, BRICS પર દુનિયાની નજર

BRICS Shikhar Sammelan: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત થનારા બ્રિક્સ શિખર સમ્મેલનમાં સામેલ થશે. રાષ્ટ્રપતિના સહાયકે આ જાણકારી આપી છે. ભારતમાં બ્રિક્સની અધ્યક્ષતાને લઈને સપ્ટેમ્બરમાં યોજાનારા વાર્ષિક શિખર સમ્મેલનની યજમાની કરશે. સરકારી સમાચાર એજન્સી તાસે આતંરરાષ્ટ્રીય મામલા માટે રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના સહાયક યૂરી ઉશાકોવના સંદર્ભથી પોતાની વાતમાં જણાવ્યુ હતુ કે, પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

તેમણે કહ્યુ કે, નવી દિલ્હીમાં બ્રિક્સ શિખર સમ્મેલન દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક દ્વિપક્ષીય બેઠકની યોજના બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ પુતિને 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલન માટે ડિસેમ્બર 2025માં ભારત પ્રવાસ કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે નવી દિલ્હીમાં બ્રિક્સ સભ્યોના બે દિવસીય સમ્મેલનમાં ભાગ લીધો હતો. 

બ્રિક્સ સમૂહમાં મૂળરૂપે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. પરંતુ 2024માં તેનો વિસ્તાર કરીને મિસ્ત્ર, ઇથોપિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાતને પણ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્ડોનેશિયા વર્ષ 2025માં સામેલ થયું હતું.

AUTHOR
Admin

Admin

Author details are not available.