Get News Alerts

Never miss breaking news updates.

વાહનચાલકોને મોટી રાહત, સરકારે ટોલ ટેક્સના નિયમમાં કર્યો મોટો ફેરફાર

New Toll Tax Rules: કેન્દ્ર સરકારે દેશના નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર સફર કરનારા વાહનચાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કરેલી નવી SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે હવે વાહનચાલકોએ દર 60 કિલોમીટરે વારંવાર ટોલ નહીં આપવો પડે. એટલે હવે દેશમાં બનનારા નવા હાઇવે પર દર 60 કિલોમીટર પહેલાં કોઈ પણ ટોલ પ્લાઝા બનાવવામાં નહીં આવે. તેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે. આ સંબંધિત વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલયે આ મામલે આદેશ જાહેર કર્યો છે.
Admin
AdminUpdated on: 27 Jun 2026 08:58 PM IST
વાહનચાલકોને મોટી રાહત, સરકારે ટોલ ટેક્સના નિયમમાં કર્યો મોટો ફેરફારવાહનચાલકોને મોટી રાહત, સરકારે ટોલ ટેક્સના નિયમમાં કર્યો મોટો ફેરફાર

New Toll Tax Rules: કેન્દ્ર સરકારે દેશના નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર સફર કરનારા વાહનચાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કરેલી નવી SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે હવે વાહનચાલકોએ દર 60 કિલોમીટરે વારંવાર ટોલ નહીં આપવો પડે. એટલે હવે દેશમાં બનનારા નવા હાઇવે પર દર 60 કિલોમીટર પહેલાં કોઈ પણ ટોલ પ્લાઝા બનાવવામાં નહીં આવે. તેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે. આ સંબંધિત વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલયે આ મામલે આદેશ જાહેર કર્યો છે.

60 કિમીથી ઓછા અંતરે ટોલ પ્લાઝા બનાવવા માટે વિશેષ મંજૂરી લેવી પડશે
સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ પ્રમાણે જો કોઈ કંપની કે ઠેકેદારે કોઈ વિશેષ પરિસ્થિતિમાં 60 કિલોમીટરથી ઓછા અંતરે પર કે શહેરી હદ વિસ્તારના 10 કિલોમીટરના વિસ્તારમાં ટોલ પ્લાઝ બનાવવો હોય તો રસ્તો બનતા પહેલાં ટોલ કમિટી પાસે લેખિતમાં મંજૂરી લેવી પડશે.

આ નવા નિયમની જરૂર કેમ પડી?
હાલ દેશમાં અંદાજે 130 જેટલી જગ્યાએ વાહનચાલકોને 60 કિલોમીટરના અંતર વચ્ચે બબ્બે વખત ટોલ ભરવો પડે છે. એટલું જ નહીં, 22 ટોલ પ્લાઝા એવા છે, જ્યાં 30 કિલોમીટર પહેલાં જ ટોલ ભરવો પડે છે. તેને સરખું કરવા માટે સરકારે આ નવું પગલું ભર્યું છે.

NHAIના નેતૃત્વમાં ટોલ પ્લાઝા કમિટીની સ્થાપના
આ નવી નીતિ કડકાઈપૂર્વક લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે એક હાઇ લેવલ કમિટી બનાવી છે. આ કમિટીની અધ્યક્ષતા NHAIના સભ્યો કરશે.

દિલ્હી-NCRમાં નિયમ તોડશો તો મળશે ‘ઇ-નોટિસ’
દિલ્હી-NCRમાં હવે નિયમ તોડશો તો ઇ-નોટિસ ફટકારવામાં આવશે. જો ટોલ પ્લાઝા પર નિયમ તોડવામાં આવશે તો દિલ્હી નગરનિગમ તેની સામે કડક કાર્યવાહી કરશે. તે માટે MCD અધિનિયમ હેઠળ સંશોધન પ્રસ્તાવને સદનમાં મંજૂરી મળી ગઈ છે. હવે તેને અંતિમ મંજૂરી માટે દિલ્હી સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ સત્તાવાર રીતે તેનું સર્ક્યુલર જાહેર કરવામાં આવશે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.