NEET પેપરલીક કાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, આરોપી પૂણેમાં કેમેસ્ટ્રીનો લેક્ચરર



NEET પેપરલીક કાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, આરોપી પૂણેમાં કેમેસ્ટ્રીનો લેક્ચરર



NEET Paperleak Case: NEET-UG પેપરલીક કાંડ મામલે CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈએ આ મામલે માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. આરોપી પીવી કુલકર્ણીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે પૂણેમાં કેમેસ્ટ્રીના લેક્ચરર છે અને NTAની પરીક્ષા પ્રોસેસ સાથે જોડાયેલો છે.
CBIની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પીવી કુલકર્ણી લાતૂરનો રહેવાસી છે. પૂણેમાં કેમેસ્ટ્રી લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સાથે પરીક્ષા પ્રકિયામાં જોડાયેલો હતો. તેને કારણે પ્રશ્નપત્રો સાથે સીધો કોન્ટેક્ટમાં હતો.
કુલકર્ણી લાતૂરની દયાનંદ કોલેજમાં કેમેસ્ટ્રી પ્રોફેસર તરીકે કાર્યરત હતો અને હવે તે રિટાયર્ડ થઈ ગયો છે. આરોપી મનીષા વાઘમારેની પૂછપરછથી CBI કુલકર્ણી સુધી પહોંચી હતી. ઘણી પૂછપરછ કર્યા બાદ આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
તપાસ એજન્સી પ્રમાણે, એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય આરોપી મનીષા વાઘમારેની મદદથી વિદ્યાર્થીઓને ભેગા કર્યા હતા અને પૂણે સ્થિત ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસિસ ચલાવ્યા હતા. મનીષા વાઘમારેની CBIએ 14 મે, 2026ના રોજ ધરપકડ કરી છે.
આ ક્લાસિસમાં તેમને સવાલ, તેના ઓપ્શન અને સાચા જવાબ વિદ્યાર્થીઓને જણાવી દીધા હતા. વિદ્યાર્થી એ સવાલો કોપીમાં લખતા હતા અને ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું છે કે, તે સવાલ 3 મે, 2026ના રોજ લેવાનારી NEET-UGની પરીક્ષાના અસલી પેપર સાથે સંપૂર્ણરીતે મેચ થતા હતા.




