Get News Alerts

Never miss breaking news updates.

બિહારમાં ઈતિહાસ રચાશે: સમ્રાટ ચૌધરી બનશે ભાજપના પહેલા મુખ્યમંત્રી!

Bihar New CM:બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી ગઠબંધનમાં 'નાના ભાઈ'ની ભૂમિકા ભજવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ સીધી કમાન પોતાના હાથમાં લીધી છે. બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે અને તે જવાબદારી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારી દેવામાં આવી છે. `વારસામાં મળ્યું છે રાજકારણ 16 નવેમ્બર 1968ના રોજ...
Admin
AdminUpdated on: 14 Apr 2026 11:10 AM IST
બિહારમાં ઈતિહાસ રચાશે: સમ્રાટ ચૌધરી બનશે ભાજપના પહેલા મુખ્યમંત્રી!બિહારમાં ઈતિહાસ રચાશે: સમ્રાટ ચૌધરી બનશે ભાજપના પહેલા મુખ્યમંત્રી!

Bihar New CM:બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી ગઠબંધનમાં 'નાના ભાઈ'ની ભૂમિકા ભજવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ સીધી કમાન પોતાના હાથમાં લીધી છે. બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે અને તે જવાબદારી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારી દેવામાં આવી છે.

`વારસામાં મળ્યું છે રાજકારણ

16 નવેમ્બર 1968ના રોજ મુંગેરના લખનપુર ગામમાં જન્મેલા સમ્રાટ ચૌધરીને રાજકારણ લોહીમાં મળ્યું છે. તેમના પિતા શકુની ચૌધરી બિહારના રાજકારણના 'ભીષ્મ પિતામહ' ગણાય છે. સમ્રાટ ચૌધરીએ બાળપણથી જ રાજકીય ઉતાર-ચઢાવ અને 'લવ-કુશ' સમીકરણોને ખૂબ નજીકથી જોયા છે.

RJD થી કરી હતી શરૂઆત

સમ્રાટ ચૌધરીના રાજકીય સફરની શરૂઆત 1990ના દાયકામાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી (RJD) થી થઈ હતી. માત્ર 31 વર્ષની વયે તેઓ રાબડી દેવીની સરકારમાં કૃષિ મંત્રી બન્યા હતા, જે તે સમયે સૌથી યુવા મંત્રી હોવાનો રેકોર્ડ હતો. જોકે, બાદમાં તેઓ નીતીશ કુમાર સાથે જોડાયા અને મંત્રી પદ પણ સંભાળ્યું.

કસમ અને ભાજપમાં પ્રવેશ

વર્ષ 2017માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા. જ્યારે નીતીશ કુમારે એનડીએ છોડીને આરજેડી સાથે સરકાર બનાવી હતી, ત્યારે સમ્રાટ ચૌધરીએ માથા પર 'મુરૈઠા' (પગડી) બાંધીને શપથ લીધા હતા કે જ્યાં સુધી નીતીશ કુમારને સત્તા પરથી હટાવશે નહીં ત્યાં સુધી તેઓ પગડી ખોલશે નહીં. માર્ચ 2023 માં તેમને બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ડેપ્યુટી સીએમ પણ બન્યા. હવે, તેઓ બિહારના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનીને નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ઉપેન્દ્ર કુશવાહા સહિતના દિગ્ગજ નેતાઓએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.

અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક

નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે.  આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

AUTHOR
Admin

Admin

Author details are not available.