Exit Poll 2026: બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં કોની બનશે સરકાર? જાહેર થયા Exit Poll



AI Generated Images
Exit Poll 2026: બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં કોની બનશે સરકાર? જાહેર થયા Exit Poll



AI Generated Images
Exit Poll 2026: ભારતના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી 2026 નું મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. આ આંકડાઓ મુજબ ક્યાંક સત્તા પરિવર્તનના સંકેત છે તો ક્યાંક જૂની સરકાર પર જનતાએ ફરી વિશ્વાસ મૂક્યો હોય તેમ જણાય છે. જોકે, સત્તાવાર પરિણામો 4 મેના રોજ જાહેર થશે. ભારતના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં 2026 ની વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. આ સર્વેક્ષણો દ્વારા કયા રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવશે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, ચૂંટણીના સત્તાવાર અને અંતિમ પરિણામો તો 4 મે ના રોજ મતગણતરી બાદ જ જાહેર થશે. અત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા જનતાના મિજાજનો સંકેત આપી રહ્યા છે. આ એક્ઝિટ પોલ મુજબ બંગાળમાં ફરી મમતા સરકાર જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળ
Peoples Pulse
- TMC - 117-187
- BJP - 95-110
- CONG - 1-3
- LEFT - 0 - 1
- OTH - 0
PMARQ
- TMC - 118-138
- BJP - 150-175
- CONG - 2-6
- LEFT - 0
- OTH - 0
Matrize
- TMC - 125-140
- BJP - 146-161
- CONG - 0
- LEFT - 0
- OTH - 6-10
Chanakya strategies
- TMC - 130-140
- BJP - 150-160
- CONG - 0
- LEFT - 0
- OTH - 6-10
JVC
- TMC - 131-152
- BJP - 138-159
- CONG - 0
- LEFT - 0
- OTH - 6-10
Poll Diary
- TMC - 131-152
- BJP - 138-159
- CONG - 0
- LEFT - 0
- OTH - 6-10
AXIS MY INDIA
- BJP - 16-20
- CONG - 6-8
- OTH - 3-7
Peoples Pulse
- BJP - 16-19
- CONG - 10-12
- OTH - 1-2
તમિલનાડું
AXIS MY INDIA
- DMK+ - 92-110
- AIADMK - 22-32
- TVK - 98-120
- OTH - 0
Matrize
- DMK+ - 122-132
- AIADMK - 87-110
- TVK - 10-12
- OTH - 0-6
Peoples Pulse
- DMK+ - 125-145
- AIADMK - 65-80
- TVK - 18-24
- OTH - 2 - 6
PEOPLES INSIGHT
- DMK+ - 120-140
- AIADMK - 60-70
- TVK - 30-40
- OTH - 0
કેરલમ
AXIS MY INDIA
- LDF - 49-62
- UDF - 78-90
- BJP - 0-3
- OTH -
Matrize
- LDF - 60 - 65
- UDF - 75-85
- BJP - 3-5
- OTH - 0
Peoples Pulse
- LDF - 60-65
- UDF - 70-75
- BJP - 3-5
- OTH - 0
PEOPLES INSIGHT
- LDF - 58-68
- UDF - 66-76
- BJP - 10-14
- OTH - 0
JVC
- LDF - 52-61
- UDF - 72-84
- BJP - 3-7
- OTH - 0
VOTE VIBE
- LDF - 58-68
- UDF - 70-80
- BJP - 0-4
- OTH - 0
PMARQ
- LDF - 62-69
- UDF - 71-79
- BJP - 1-4
- OTH - 0-3
અસમ
AXIS MY INDIA
- BJP - 88-100
- CONG - 24-36
- OTH - 0
Matrize
- BJP - 85-95
- CONG - 25- 32
- OTH - 6-12
JVC
- BJP - 88-101
- CONG - 23-33
- OTH - 0
PEOPLES INSIGHT
- BJP - 88-96
- CONG - 30-34
- OTH - 0
PEOPLES PULSE
- BJP - 68-72
- CONG - 22-26
- OTH - 7-15
એક્ઝિટ પોલ એ મતદાન પૂર્ણ થયાના તુરંત બાદ હાથ ધરવામાં આવતો એક પ્રકારનો સર્વે છે, જેમાં મતદાન મથકમાંથી બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેમણે કયા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે. આ ડેટાના વિશ્લેષણના આધારે વિવિધ એજન્સીઓ સંભવિત બેઠકો અને જીત-હારના સમીકરણો માંડતી હોય છે. જોકે, ભૂતકાળમાં એક્ઝિટ પોલના અંદાજો ઘણીવાર સાચા સાબિત થયા છે, તો કેટલીકવાર તે વાસ્તવિક પરિણામોથી તદ્દન વિપરીત પણ રહ્યા છે. તેથી જ રાજકીય વિશ્લેષકો અને જનતા આ આંકડાઓને માત્ર એક દિશા સૂચક માને છે, અંતિમ ફેંસલો નહીં.
પશ્ચિમ બંગાળમાં આ વખતે પણ મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે, જ્યારે તમિલનાડુમાં દ્રવિડિયન રાજકારણના નવા સમીકરણો પર સૌની નજર છે. આસામમાં સત્તાધારી પક્ષ પોતાની ખુરશી જાળવી રાખવા માટે મથામણ કરી રહ્યો છે, તો કેરળમાં પરંપરાગત રીતે દર પાંચ વર્ષે સત્તા બદલાતી હોવાનો ઈતિહાસ શું આ વખતે પણ જળવાઈ રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. પુડુચેરીમાં પણ નાની પરંતુ મહત્વની બેઠકો પર રસાકસીનો જંગ ખેલાયો છે.
ચૂંટણી પંચના આદેશ મુજબ, મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે છેલ્લા તબક્કાના છેલ્લા કલાકનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલના આંકડા જાહેર કરી શકાતા નથી. આ વખતે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે જ આ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે. ત્યારબાદ અલગ-અલગ સર્વે એજન્સીઓ પોતાના આંકડા રજૂ કરશે, જેનાથી રાજકીય પક્ષોના ધબકારા તેજ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, એક્ઝિટ પોલ ભલે ગમે તે સંકેત આપે, પરંતુ હકીકતમાં જનતાએ કોને વિજયી બનાવ્યા છે તેનો ખુલાસો 4 મે ના રોજ થનારી મતગણતરી દરમિયાન જ થશે. ત્યાં સુધી તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્તેજના અને જીતની આશા જળવાઈ રહેશે. 2026 ની આ વિધાનસભા ચૂંટણીઓ રાષ્ટ્રીય રાજકારણ પર પણ દૂરોગામી અસરો પાડશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



