Get News Alerts

Never miss breaking news updates.

મોટેરામાં AMCનું બુલડોઝર એક્શન: આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામો પર તોડફોડ, સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદમાં આજે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટા પાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આસારામ આશ્રમની આસપાસ અને ગામતળની જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે AMCની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. જોકે કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને વિરોધના સ્વરો ઉઠ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 11:52 AM IST
મોટેરામાં AMCનું બુલડોઝર એક્શન: આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામો પર તોડફોડ, સ્થાનિકોમાં ભારે રોષમોટેરામાં AMCનું બુલડોઝર એક્શન: આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામો પર તોડફોડ, સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટા પાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આસારામ આશ્રમની આસપાસ અને ગામતળની જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે AMCની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. જોકે કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને વિરોધના સ્વરો ઉઠ્યા હતા.

AMCના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંબંધિત રહેવાસીઓને લગભગ એક વર્ષ અગાઉ જ મકાનો અને બાંધકામો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. છતાં હજુ સુધી સ્થળ ખાલી ન કરાતા આજે નિયમ મુજબ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સવારે બુલડોઝર અને ભારે મશીનરી સાથે AMCની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન કેટલાક સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા કેટલાક લોકોને પોલીસે અટકાયતમાં લીધા હોવાનું પણ સામે આવ્યું છે. સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

ડિમોલિશન દરમિયાન તણાવપૂર્ણ માહોલ પણ સર્જાયો હતો. કેટલાક લોકોએ પોતાના મકાનો બચાવવા આત્મવિલોપનની ચીમકી આપી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેના કારણે થોડા સમય માટે સ્થિતિ વધુ ગંભીર બની હતી. જોકે પોલીસ અને AMCના અધિકારીઓએ સમજાવટ અને સુરક્ષા વ્યવસ્થા સાથે કાર્યવાહી આગળ ધપાવી હતી.

મોટેરાના ગામતળ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ AMC ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ સ્થાનિક લોકો પોતાના રહેઠાણોને બચાવવા વિરોધ કરી રહ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ડિમોલિશનની કામગીરી યથાવત ચાલુ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.