Get News Alerts

Never miss breaking news updates.

રાતના અંધારામાં હચમચ્યું દુબઈ! મોબાઇલ પર આવ્યો મેસેજ અને...

Dubai Mobile Alert: ઇરાન-અમેરિકા વચ્ચે સમાધાનની શરૂઆત ભલે થઈ ગઈ હોય, પરંતુ પશ્ચિમ એશિયામાં ખતરો હજુ સંપૂર્ણરીતે ટળ્યો નથી. શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતના સૌથી આલિશાન શહેર દુબઈમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. જેણે ત્યાં રહેતા લાખો લોકોનો જીવ અધ્ધર કરી નાંખ્યો છે. શુક્રવારે અચાનક ત્યાં અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોના ફોનમાં વિચિત્ર મેસેજ આવ્યા હતા.
Admin
AdminUpdated on: 26 Jun 2026 11:04 PM IST
રાતના અંધારામાં હચમચ્યું દુબઈ! મોબાઇલ પર આવ્યો મેસેજ અને...રાતના અંધારામાં હચમચ્યું દુબઈ! મોબાઇલ પર આવ્યો મેસેજ અને...

Dubai Mobile Alert: ઇરાન-અમેરિકા વચ્ચે સમાધાનની શરૂઆત ભલે થઈ ગઈ હોય, પરંતુ પશ્ચિમ એશિયામાં ખતરો હજુ સંપૂર્ણરીતે ટળ્યો નથી. શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતના સૌથી આલિશાન શહેર દુબઈમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. જેણે ત્યાં રહેતા લાખો લોકોનો જીવ અધ્ધર કરી નાંખ્યો છે. શુક્રવારે અચાનક ત્યાં અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોના ફોનમાં વિચિત્ર મેસેજ આવ્યા હતા. જ્યારે લોકોએ સ્ક્રિન પર જોયું તો તેમના હોંશ ઉડી ગયા હતા. મોબાઈલ સ્ક્રિન પર હકીકતમાં ઇમર્જન્સી એલર્ટ ફ્લેશ થઈ રહ્યો હતો, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ‘મિસાઇલ હુમલા’ની ચેતવણી આપવામાં આવી હતી.

UAEમાં હાહાકાર મચી ગયો, સરકાર એક્ટિવ
મિસાઇલ એલર્ટના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા અને બિલ્ડિંગોથી લઈને રસ્તાઓ સુધી હાહાકાર મચી ગયો હતો. સ્થિતિ બગડતી જોઈને યુએઈના આંતરિક મંત્રાલયે તાત્કાલિક મોરચો સંભાળવો પડ્યો હતો. સરકારે આનન-ફાનનમાં એક સત્તાવાર જાહેરાત કરી હતી અને લોકોને સાંત્વના આપી હતી કે, કોઈ ગભરાવવા જેવી વાત નથી.

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, દેશમાં સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈપણ પ્રકારને લાઇવ હુમલો નથી થયો. જો કે, સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ ખુલાસો આપ્યો નહોતો કે, આખરે લોકોને આ પ્રકારનો ડરામણો એલર્ટ મોબાઇલ ફોનમાં કેમ મોકલવામાં આવ્યો હતો.

17 જૂને ઇરાન અને અમેરિકા વચ્ચેનો આ સંઘર્ષ ખતમ કરવા માટે ઐતિહાસિક કરાર થયો હતો. ત્યારબાદ યુએઈ પર કોઈ નવો હુમલો થયો નથી, પરંતુ તે છતાં લોકોમાં ઘૂસેલો ડર હજુ સુધી સંપૂર્ણ રીતે નીકળ્યો નથી.

આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા ઇરાન-અમેરિકા સંઘર્ષ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું છે. આ યુદ્ધ દરમિયાન યુએઈ પર એકપછી એક કેટલીક જવાબી મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાએ યુએઈની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી હતી. આ દરમિયાન થયેલા હુમલામાં કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 227 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જીવ ગુમાવનારામાં યુએઈના બે સૈન્ય કર્મી અને એક મોરક્કન ઠેકેદાર સાથે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના 10 વિદેશી નાગરિક પણ સામેલ હતા.

થોડ-પૈટ્રિયટ હોવા છતાં કેવી રીતે માર્યા લોકો?
યુએઈની સુરક્ષા માટે તૈનાત દુનિયાની સૌથી આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ THAAD અને પૈટ્રિયટે જોકે મોટાભાગની દુશ્મનની મિસાઇલોને હવામાં જ પાડી દીધી હતી, પરંતુ આકાશમાંથી પડેલા કાટમાળે દુબઈ અને અબૂ ધાબીના કેટલાક આલિશાન રહેણાંક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું. આ યુદ્ધ દરમિયાન હુમલાખોરોએ યુએઈની કરોડરજ્જૂ ગણાતા તેલભંડાર અને તેના માળખાને નિશાનો બનાવવામાં આવ્યો હતો.

  • રુવાઈસ ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સઃ અહીં થયેલા એક ડ્રોન હુમલા બાદ ભયંકર આગ લાગી હતી. જેને કારણે એડનોકને પ્રતિદિન 9,22,000 બેરલ ક્ષમતાવાળી રિફાઇનરીનું કામ અસ્થાયીરૂપે બંધ કરવું પડ્યું હતું. આ સિવાય ફુજૈરાહ બંદદર પર પણ તેલ સ્ટોરેજ ટેન્કોને નિશાન બનાવવામાં આવી હતી.
  • દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટઃ દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક દુબઈ એરપોર્ટના ટર્મિનલ 3 પાસે બનેલા એક ફ્યુઅલ સ્ટોરેજ ટેન્ક પર મિસાઇલનો કાટમાળ પડવાથી ભીષણ આગ લાગી હતી, તેને કારણે કલાકો સુધી ઉડાનો રોકવી પડી હતી.
  • સૈન્ય અને રાજનયિક ઠેકાણાઃ અબુ ધાબીના ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેની ઇમારતોની સાથે સાથે અલ ધફરા એર બેઝ અને દુબઈ સ્થિત અમેરિકી વાણિજ્ય દૂતાવાસને પણ ડ્રોન અને બેલેસ્ટિક મિલાઇલ હુમલામાં મામૂલી નુકસાન પહોંચ્યું હતું.
     
AUTHOR
Admin

Admin

Author details are not available.