Get News Alerts

Never miss breaking news updates.

ખેડા એલસીબી પોલીસનો મોટો સપાટો | કેમિકલ પ્રદૂષણ કૌભાંડનો પર્દાફાશ

રસિકપુરા સીમમાં આવેલી આ કંપની દ્વારા ગુપ્ત રીતે ઝેરી કેમિકલ યુક્ત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતું હતું, જેનો ઉપયોગ સ્થાનિક ગ્રામજનો તેમજ અબોલ પશુઓ કરતા હતા. આ કારણે પર્યાવરણ અને આરોગ્યને ગંભીર નુકસાન થવાની આશંકા ઉભી થઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 04:51 PM IST
ખેડા એલસીબી પોલીસનો મોટો સપાટો | કેમિકલ પ્રદૂષણ કૌભાંડનો પર્દાફાશખેડા એલસીબી પોલીસનો મોટો સપાટો | કેમિકલ પ્રદૂષણ કૌભાંડનો પર્દાફાશ

ખેડા: લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે ખેડા એલસીબી પોલીસે લાલ આંખ બતાવી છે. રસિકપુરા વિસ્તારમાં આવેલી ‘અમન ટ્રેડર્સ’ કંપની પર પોલીસ દ્વારા મોટી રેડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રસિકપુરા સીમમાં આવેલી આ કંપની દ્વારા ગુપ્ત રીતે ઝેરી કેમિકલ યુક્ત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતું હતું, જેનો ઉપયોગ સ્થાનિક ગ્રામજનો તેમજ અબોલ પશુઓ કરતા હતા. આ કારણે પર્યાવરણ અને આરોગ્યને ગંભીર નુકસાન થવાની આશંકા ઉભી થઈ છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કંપનીના માલિકે જમીન નીચે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન બાંધી હતી, જેથી કોઈને શંકા ન જાય. આ પાઈપલાઈન મારફતે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું સાબરમતી નદીમાં ઠાલવવામાં આવતું હતું.

ખેડા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રેડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને કંપનીના શકીલ હુસૈન શરીફ ભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 279 અને 280 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.