Get News Alerts

Never miss breaking news updates.

ખંભાળિયા નજીક સિંહણ ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર

ખંભાળિયા નજીક આવેલા સિંહણ ડેમમાંથી એક અજાણ્યા યુવકની લાશ તરતી જોવા મળતા આસપાસ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ વાતની જાણ પોલીસને થતા તેવો પોતાના કાફલા સાથે ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને સ્થાનિક લોકોની મદદથી આ યુવકને ડેમમાંથી બહાર કાઢવામાં આવી અને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યુ હતુ. આ યુવક કોણ છે તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 12:09 PM IST
ખંભાળિયા નજીક સિંહણ ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચારખંભાળિયા નજીક સિંહણ ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર

ખંભાળિયા ખંભાળિયા નજીક આવેલા સિંહણ ડેમમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાણીમાં મૃતદેહ તરતો જોવા મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ખંભાળિયા-જામનગર હાઈવે રોડ પર આવેલા સિંહણ ડેમમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ તેના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તબક્કે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. યુવકનું મોત આત્મહત્યાના કારણે થયું છે કે પછી કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.