ડાન્સ અને મોજમસ્તી વચ્ચે આવી ભયાનક ખબર, કંગનાએ યાદ કરી 26/11ની રાત



ડાન્સ અને મોજમસ્તી વચ્ચે આવી ભયાનક ખબર, કંગનાએ યાદ કરી 26/11ની રાત



Kangana Ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની આગામી ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં કંગના નર્સની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન ફરજ બજાવનારા નર્સો, વોર્ડ બોય, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય અજાણ્યા હીરોની કહાની પર આધારિત છે.
ફિલ્મના ટ્રેલર લોન્ચ કાર્યક્રમ દરમિયાન કંગનાએ 26/11 હુમલાની યાદો તાજી કરી હતી. એક પત્રકારે તેમને પૂછ્યું કે જ્યારે તેમને આ હુમલાની માહિતી મળી ત્યારે તેઓ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા. તેના જવાબમાં કંગનાએ જણાવ્યું કે તે સમયે તેઓ એક પાર્ટીમાં હાજર હતા અને ત્યાં જ તેમને આ દુઃખદ ઘટનાની જાણ થઈ હતી.
કંગનાએ જણાવ્યું કે તે સમય દરમિયાન તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યા હતા અને મહેશ ભટ્ટ સાથે કામ કરતા હતા. અભિનેત્રી શહાના ગોસ્વામીએ નવા ઘરનું ગૃહપ્રવેશ સમારોહ રાખ્યો હતો, જેમાં અનેક મિત્રો હાજર હતા.
તેમણે જણાવ્યું કે પાર્ટી દરમિયાન સૌ આનંદમાં હતા ત્યારે અચાનક મહેશ ભટ્ટ ત્યાં પહોંચ્યા અને તરત જ ટેલિવિઝન ચાલુ કરવાની સૂચના આપી. ટીવી પર સમાચાર જોતા સૌને મુંબઈમાં આતંકવાદી હુમલા ચાલી રહ્યા હોવાની માહિતી મળી. આ સમાચાર સાંભળતા જ પાર્ટીનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.
કંગનાના જણાવ્યા અનુસાર, હુમલાની ખબર મળ્યા બાદ પાર્ટીમાં હાજર લોકોએ શું કરવું તે અંગે ચર્ચા કરી હતી. ત્યારે મહેશ ભટ્ટે સૌને તરત જ પોતાના ઘરે જવાની સલાહ આપી હતી. કંગનાએ કહ્યું કે જો મહેશ ભટ્ટ સમયસર માહિતી ન આપતા તો કદાચ પાર્ટીમાં હાજર લોકોને હુમલાની જાણ જ ન થઈ હોત.
અભિનેત્રી ગૃરીજા ઓકએ પણ તે દિવસની યાદ શેર કરતાં જણાવ્યું કે તેઓ એક ફિલ્મના પ્રીમિયર શોમાં હાજર હતા, પરંતુ હુમલાની માહિતી મળતાં જ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવી હતી અને તમામ લોકોને બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું.
'ભારત ભાગ્ય વિધાતા' 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




