અમેરિકાની નાકાબંધીની જાહેરાત પર ઇરાનનો ગુસ્સો આસમાને, બંદરો પર હુમલો કરવાની ધમકી



ફાઇલ તસવીર
અમેરિકાની નાકાબંધીની જાહેરાત પર ઇરાનનો ગુસ્સો આસમાને, બંદરો પર હુમલો કરવાની ધમકી



ફાઇલ તસવીર
Iran America Tension: ઈરાન અને અમેરિકા (યુનાઈટેડ સ્ટેટ્સ) વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા દ્વારા હોર્મુજ તેમજ ઇરાનના બંદરો અને તટીય વિસ્તારોમાં નાકાબંધી કરવાની જાહેરાત બાદ ઇરાને અમેરિકાને રોકડું પરખાવ્યું છે. ઇરાને ચેતવણી આપતા કહ્યુ છે કે, પર્સિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં કોઈપણ બંદર સુરક્ષિત નહીં રહે.
ઈરાની સરકારી મીડિયા અનુસાર, “આ ક્ષેત્રમાં સુરક્ષા બધા માટે હશે અથવા કોઈ માટે નહીં.” ઈરાની સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે, જો અમેરિકા નાકાબંધી લાગુ કરે છે, તો સમગ્ર ક્ષેત્રમાં બંદરો અને જહાજોને ખતરો છે. આ નિવેદનને એક સીધી ચેતવણી તરીકે માનવામાં આવી રહ્યું છે.
અમેરિકાનો પ્લાન શું છે?
યુનાઈટેડ સ્ટેટ્સની સેનાએ જાહેરાત કરી છે કે, તે ઈરાનના બધા બંદરો પર આવન જાવન કરતા ટેરિફને રોકશે. તેનો ઉદ્દેશ્ય તેલ અને ગેસની ચોક્કસ પ્રણાલીને અવરોધવાનો છે. જે તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. જો કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા અન્ય દેશના જહાજોને નહીં રોકે, જેથી વૈશ્વિક વેપારને અસર ન પહોંચે.
આ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મરે સ્પષ્ટતા કરી છે કે, બ્રિટન આ નાકાબંધીનું સમર્થન નહીં કરે. તેમણે કહ્યુ છે કે, હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવો જરૂરી છે. આ નિવેદન ખૂબ જ મહત્વનું છે. કારણ કે, તેનાથી સ્પષ્ટ થાય છએ કે, યુનાઇટેડ કિંગડમ અમેરિકાની સૈન્ય રણનીતિ સાથે સંપૂર્ણરીતે સહમત નથી. કિર સ્ટાર્મરનું કહેવું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાની સૌથી મહત્વનો સમુદ્રી માર્ગ છે. અહીંથી મોટી સંખ્યામાં કાચું તેલ અને ગેસ દુનિયાભરમાં સપ્લાય થાય છે. જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો તણાવ વધશે અને આખી દુનિયામાં તેલની કિંમત વધી શકે છે અને આર્થિક સંકટ ઊભું થઈ શકે છે.




