Get News Alerts

Never miss breaking news updates.

RCB vs CSK: બેંગ્લોરનો ચેન્નાઈ સામે 43 રને વિજય, ભૂવનેશ્વરે 3 વિકેટ ઝડપી

RCB vs CSK: RCBએ CSKને 43 રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ રવિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ત્રણ વિકેટે 250 રન બનાવ્યા હતા. તેની સામે CSK 19.4 ઓવરમાં માત્ર 207 રન જ બનાવી શક્યું અને મેચ હારી ગયું છે.
Admin
AdminUpdated on: 05 Apr 2026 11:31 PM IST
RCB vs CSK: બેંગ્લોરનો ચેન્નાઈ સામે 43 રને વિજય, ભૂવનેશ્વરે 3 વિકેટ ઝડપીRCB vs CSK: બેંગ્લોરનો ચેન્નાઈ સામે 43 રને વિજય, ભૂવનેશ્વરે 3 વિકેટ ઝડપી

ફાઇલ તસવીર

RCB vs CSK: RCBએ CSKને 43 રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ રવિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ત્રણ વિકેટે 250 રન બનાવ્યા હતા. તેની સામે CSK 19.4 ઓવરમાં માત્ર 207 રન જ બનાવી શક્યું અને મેચ હારી ગયું છે.

RCBએ ચેન્નાઈને 251 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી IPL મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લેતા RCBએ ટિમ ડેવિડ અને દેવદત્ત પડિકલની વિસ્ફોટક અડધી સદીની મદદથી IPL 2026નો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો. ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 250 રન બનાવ્યા હતા.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા RCBના બેટ્સમેનોએ જોરાદર ટાર્ગેટ સેટ કર્યો હતો. વિરાટ કોહલી સિવાય બાકીના બધા બેટ્સમેનોએ CSK બોલરોને બરાબર ધોયા હતા. ત્રણ વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ, રજત પાટીદાર અને દેવદત્ત પડિકલે વચ્ચેની ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. સોલ્ટે 46 અને પડિકલે 50 રન બનાવ્યા હતા. 

જ્યારે કેપ્ટન પાટીદાર 48 રન બનાવીને અણનમ રહ્યા હતા. ટિમ ડેવિડે અંતિમ ઓવરોમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી તબાહી મચાવી હતી. ડેવિડે છ છગ્ગા ફટકાર્યા, માત્ર 25 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં આઠ છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. પાટીદારે છ છગ્ગા ફટકાર્યા છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.