RCB vs SRH: પહેલી ઇનિંગ પૂરી, SRHએ RCBને આપ્યો 202 રનનો ટાર્ગેટ



ફાઇલ તસવીર
RCB vs SRH: પહેલી ઇનિંગ પૂરી, SRHએ RCBને આપ્યો 202 રનનો ટાર્ગેટ



ફાઇલ તસવીર
IPL 2026 Update: 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાયો છે. જેમાં પહેલી ઇનિંગ પૂરી થઈ ચૂકી છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં પહેલા બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 202 રનનો ટાર્ગેટ આપ્યો છે.
તેમના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ પર રમી રહેલા RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેકબ ડફીએ ટીમને મજબૂત શરૂઆત આપી હતી. હૈદરાબાદે માત્ર 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ ઇશાન કિશને 38 બોલમાં 80 રન બનાવીને ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અંતિમ ઓવરમાં અનિકેત વર્માની વિસ્ફોટક બેટિંગને કારણે 18 બોલમાં 43 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેને પણ મહત્વપૂર્ણ 31 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદના અભિષેક શર્મા (7), ટ્રેવિસ હેડ (9) અને નીતિશ કુમાર રેડ્ડી (1) ઓછા રન બનાવીને આઉટ થયા હતા.
તો આરસીબી તરફથી જેકબ ડફી અને રોમારિયો શેફર્ડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ અને સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.




