Get News Alerts

Never miss breaking news updates.

RCB vs DC: દિલ્હીએ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું, મિલરની તોફાની બેટિંગ

RCB vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેમના હોમ ગ્રાઉન્ડ પર 6 વિકેટથી હરાવ્યું છે. ડેવિડ મિલરની છેલ્લી ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી દિલ્હી કેપિટલ્સે એક બોલ બાકી રહેતા છ વિકેટે આરસીબીને હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સે અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી.
Admin
AdminUpdated on: 18 Apr 2026 07:54 PM IST
RCB vs DC: દિલ્હીએ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું, મિલરની તોફાની બેટિંગRCB vs DC: દિલ્હીએ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું, મિલરની તોફાની બેટિંગ

ફાઇલ તસવીર

RCB vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેમના હોમ ગ્રાઉન્ડ પર 6 વિકેટથી હરાવ્યું છે. ડેવિડ મિલરની છેલ્લી ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી દિલ્હી કેપિટલ્સે એક બોલ બાકી રહેતા છ વિકેટે આરસીબીને હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સે અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી.

દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા ફિલ સોલ્ટની અડધી સદીની મદદથી આરસીબીએ 175 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારે દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની અડધી સદી ફટકારી હતી અને અંતિમ ઓવરમાં 179 રન બનાવ્યા હતા. આ દિલ્હીનો સિઝનનો ત્રીજો વિજય હતો.

દિલ્હી કેપિટલ્સ સામે RCBએ નિર્ધારિત 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ફિલ સોલ્ટે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તે સિવાય બાકીના બેટ્સમેનોએ સરેરાશ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી તરફથી લુંગી ઇન્ગીડી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. મુકેશ કુમારે પણ એક વિકેટ લીધી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.