IPLમાં પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ; રાજસ્થાન રોયલ્સ ટોપ 4માં, પંજાબ કિંગ્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ બહાર



IPLમાં પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ; રાજસ્થાન રોયલ્સ ટોપ 4માં, પંજાબ કિંગ્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ બહાર



IPL 2026: ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 2008ના સિઝની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. રાજસ્થાન રોયલ્સે તેની અંતિમ મેચમાં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સની જીત સાથે જ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલેથી જ પ્લેઓફમાં છે. લીગ સ્ટેજ દરમિયાન પોઇન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલા, ગુજરાત ટાઇટન્સ બીજા અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા ક્રમાંકે છે.
હવે IPL 2026માં ક્વાલિફાયર-1 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 26મી મેના દિવસે રમાશે. તેમાં વિજેતા બનનારી ટીમ સીધી ફાઇનલમાં જશે. જ્યારે હારનારી ટીમને એક ચાન્સ મળશે અને તે ક્વાલિફાયર-2 રમશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાશે. જે ટીમ જીતશે તે ક્વોલિફાયર-2માં જશે. ક્વાલિફાયર-2ની વિજેતા ટીમનો મુકાબલો ફાઇનલમાં ક્વાલિફાયર-1ની વિનર ટીમ સાથે થશે.
પ્લેઓફ મેચનું શેડ્યૂલ
- ક્વાલિફાયર-1: 26 મે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS ગુજરાત ટાઇટન્સ, ધર્મશાળા
- એલિમિનેટરઃ 27 મે, સનરાઇઝર્સ હૈદરાબાદ VS રાજસ્થાન રોયલ્સ, ન્યૂ ચંદીગઢ
- ક્વાલિફાયર-2: 29 મે, ક્વાલિફાયર-1ના વિજેતા VS એલિમિનેટર ટીમના વિજેતા, ન્યૂ ચંદીગઢ
- ફાઇનલઃ 31 મે, ક્વાલિફાયર-1 વિજેતા VS ક્વાલિફાયર-2 વિજેતા, અમદાવાદ




