Get News Alerts

Never miss breaking news updates.

મોદી કેબિનેટનો મોટો નિર્ણય! 80 કરોડ રાશનકાર્ડ ધારકોને મળશે સીધો લાભ

SARTHAK PDS Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં દેશના કરોડો રાશનકાર્ડ ધારકોને અસર કરતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે ‘સાર્થક-PDS’ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના માટે સરકાર અંદાજે ₹25,530 કરોડનો ખર્ચ કરશે. દેશના આશરે 80 કરોડ લોકોને આ યોજનાનો સીધો લાભ મળશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકાર હવે રાશન વ્યવસ્થામાં ટેકનોલોજી અને AI નો વધુ ઉપયોગ કરશ
R Gajjar
R GajjarUpdated on: 27 May 2026 05:10 PM IST
મોદી કેબિનેટનો મોટો નિર્ણય! 80 કરોડ રાશનકાર્ડ ધારકોને મળશે સીધો લાભમોદી કેબિનેટનો મોટો નિર્ણય! 80 કરોડ રાશનકાર્ડ ધારકોને મળશે સીધો લાભ

ફાઇલ ફોટો

SARTHAK PDS Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં દેશના કરોડો રાશનકાર્ડ ધારકોને અસર કરતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે ‘સાર્થક-PDS’ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના માટે સરકાર અંદાજે ₹25,530 કરોડનો ખર્ચ કરશે. દેશના આશરે 80 કરોડ લોકોને આ યોજનાનો સીધો લાભ મળશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકાર હવે રાશન વ્યવસ્થામાં ટેકનોલોજી અને AI નો વધુ ઉપયોગ કરશે.

PDS વ્યવસ્થામાં થશે 3 મોટા ફેરફાર
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ રાશન સિસ્ટમમાં ત્રણ મોટા સુધારા કરવામાં આવશે.

  1. રાજ્યોને મળશે આર્થિક સહાય
    ભારતીય ખાદ્ય નિગમ (FCI) ના ગોડાઉનમાંથી અનાજને જિલ્લાઓ અને રાશનની દુકાનો સુધી પહોંચાડવામાં રાજ્ય સરકારોને પડતી આર્થિક મુશ્કેલી હવે કેન્દ્ર સરકાર દૂર કરશે. પરિવહન ખર્ચ માટે રાજ્યોને સીધી મદદ આપવામાં આવશે.
     
  2. રાશન ડીલરોનું કમિશન વધશે
    રાશન વિતરણ કરતા ડીલરો લાંબા સમયથી કમિશન વધારાની માંગ કરી રહ્યા હતા. હવે સરકારે તેમની આવક વધારવા માટે કમિશનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
     
  3. AI અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ
    સરકાર હવે લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન AI આધારિત સિસ્ટમ દ્વારા કરશે. સમગ્ર PDS વ્યવસ્થાને ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

વધી રહેલી ગરમી અને લૂની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા
કેબિનેટ બેઠક દરમિયાન દેશભરમાં વધી રહેલી ગરમી અને લૂની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોને લોકોને રાહત મળે તે માટે સંકલિત પ્રયાસો કરવા સૂચના આપી હતી. સરકારે ખાસ કરીને આરોગ્ય, પાણી અને ઈમરજન્સી સેવાઓને વધુ સજ્જ બનાવવા પર ભાર મૂક્યો છે. સાથે જ નાગરિકોને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.'

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com