મહારાષ્ટ્રના પરભણીમાં મોટી દુર્ઘટના... મારુતિ મંદિરના એસેમ્બલી હોલની છત ધરાશાયી થતાં 30-40 ભક્તો કાટમાળ નીચે ફસાયા



મહારાષ્ટ્રના પરભણીમાં મોટી દુર્ઘટના... મારુતિ મંદિરના એસેમ્બલી હોલની છત ધરાશાયી થતાં 30-40 ભક્તો કાટમાળ નીચે ફસાયા



Parbhani Temple Roof Collapse: મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યશવાડી મારુતિ મંદિર ખાતે શનિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મંદિરના મુખ્ય પરિસરમાં આવેલ સભામંડપ અચાનક ધરાશાયી થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
માહિતી અનુસાર, ઘટના સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. સભામંડપની છત તૂટી પડતા અંદાજે 30થી 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ સુધી મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. પ્રશાસને મંદિર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને બચાવ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ નુકસાન અને જાનહાનિ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



