Get News Alerts

Never miss breaking news updates.

સંકટ ખૂબજ મોટું છે! સરકાર હાલમાં '3Fs' પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: નિર્મલા સીતારમણ

Nirmala Sitharaman 3Fs Formula: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર હવે દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા ખાસ વ્યૂહરચના પર કામ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે હાલ સરકારનું મુખ્ય ફોકસ ‘3Fs’ એટલે કે Fuel (ઈંધણ), Fertiliser (ખાતર) અને Forex (વિદેશી મુદ્રા ભંડાર) પર છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સંકટના સમયમાં આ ત્રણ ક્ષેત્રનું સંચાલન મજબૂત રહેશે તો ભારતીય અર્થતંત્ર પર પડતા બાહ્ય ઝટકાઓને નિયંત
R Gajjar
R GajjarUpdated on: 25 May 2026 08:12 PM IST
સંકટ ખૂબજ મોટું છે! સરકાર હાલમાં '3Fs' પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: નિર્મલા સીતારમણસંકટ ખૂબજ મોટું છે! સરકાર હાલમાં '3Fs' પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: નિર્મલા સીતારમણ

AI Generated Images

Nirmala Sitharaman 3Fs Formula: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર હવે દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા ખાસ વ્યૂહરચના પર કામ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે હાલ સરકારનું મુખ્ય ફોકસ ‘3Fs’ એટલે કે Fuel (ઈંધણ), Fertiliser (ખાતર) અને Forex (વિદેશી મુદ્રા ભંડાર) પર છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સંકટના સમયમાં આ ત્રણ ક્ષેત્રનું સંચાલન મજબૂત રહેશે તો ભારતીય અર્થતંત્ર પર પડતા બાહ્ય ઝટકાઓને નિયંત્રિત કરી શકાશે.

કાચા તેલના ભાવ વધતા ભારત પર દબાણ
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો કાચા તેલનો આયાતકાર દેશ છે. મધ્ય પૂર્વ અને ખાસ કરીને હોર્મુઝ વિસ્તારમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના સીધા અસરરૂપે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે ઈંધણના ભાવ વધતા પરિવહન ખર્ચ અને સામાન્ય લોકોના ખર્ચમાં વધારો થયો છે. સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરાતા વર્ષ 2026-27 દરમિયાન આશરે 1 લાખ કરોડ રૂપિયાના આવકના નુકસાનનો અંદાજ છે.

MSME સેક્ટરને લઈ સરકાર ચિંતિત
નિર્મલા સીતારમણે MSME સેક્ટરની નાણાકીય સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તમામ PSUને 45 દિવસની અંદર MSMEના બાકી ચૂકવણાં પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. માહિતી મુજબ હાલમાં લગભગ 8.1 લાખ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયેલું છે, જેના કારણે નાના ઉદ્યોગોને વર્કિંગ કેપિટલની ભારે મુશ્કેલી પડી રહી છે.

ડર નહીં, સાવચેતી જરૂરી: સીતારમણ
નાણામંત્રીએ લોકોને અફવાઓ અને ગભરાટથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છે. દેશને આર્થિક મોરચે સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com