1996ના શ્રીનગર હિંસા કેસમાં NIAએ 6 ટોચના હુર્રિયત નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી , અલગતાવાદ ફેલાવવાનો આરોપ



1996ના શ્રીનગર હિંસા કેસમાં NIAએ 6 ટોચના હુર્રિયત નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી , અલગતાવાદ ફેલાવવાનો આરોપ



શ્રીનગર: લગભગ ત્રણ દાયકાથી વધુ જૂના 1996ના શ્રીનગર હિંસા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ હુરિયત કોન્ફરન્સના છ વરિષ્ઠ નેતાઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. કેસ આતંકી હિલાલ અહમદ બેગના જનાજા દરમિયાન થયેલી હિંસા, પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારાની ઘટનાથી સંબંધિત છે.
NIAના જણાવ્યા મુજબ ચાર્જશીટમાં શબ્બીર અહમદ શાહ, સૈયદ અલી શાહ ગિલાની, અબ્દુલ ગની લોન, મોહમ્મદ યાકૂબ વકીલ, જાવેદ અહમદ મીર અને શકીલ અહમદ બખ્શીના નામ સામેલ કરવામાં આવ્યા છે. જોકે, સૈયદ અલી શાહ ગિલાની, અબ્દુલ ગની લોન અને મોહમ્મદ યાકૂબ વકીલના અવસાન થતાં તેમની સામેની કાનૂની કાર્યવાહી બંધ કરવામાં આવી છે.
તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ જનાજા દરમિયાન ભીડને ઉશ્કેરી હતી, ભારત વિરોધી અને પાકિસ્તાન સમર્થક નારા લગાવ્યા હતા તેમજ અલગાવવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. NIAના દાવા મુજબ જનાજાનો ઉપયોગ કાયદો-વ્યવસ્થા ખોરવવા અને સુરક્ષા દળો સામે હિંસા ભડકાવવાના હેતુથી કરવામાં આવ્યો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત ષડયંત્રનો ભાગ હતી. આતંકવાદી હિલાલ અહમદ બેગના અંતિમ સંસ્કારને અલગાવવાદી એજન્ડા આગળ ધપાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. NIAએ આ કેસની તપાસ એપ્રિલ 2026માં પોતાના હાથમાં લીધી હતી અને હાલ પણ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. એજન્સી હવે કેસ સાથે જોડાયેલા અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



