હર્ષ ફાયરિંગ કેસમાં BJP ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 4 વર્ષની સજા, કોર્ટનો મોટો ચુકાદો



AI Generated Images
હર્ષ ફાયરિંગ કેસમાં BJP ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 4 વર્ષની સજા, કોર્ટનો મોટો ચુકાદો



AI Generated Images
BJP MLA Raju Kumar Singh Sentenced: દિલ્હીમાં વર્ષ 2018 દરમિયાન ન્યૂ યર ઉજવણી દરમિયાન થયેલા હર્ષ ફાયરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટએ બિહારના BJP ધારાસભ્ય રાજુ કુમાર સિંહને ચાર વર્ષની સજા ફટકારી છે. સાથે જ પીડિત પરિવારને ₹25 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસ 31 ડિસેમ્બર, 2018ની રાત્રે દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટી દરમિયાનનો છે. આરોપ મુજબ ઉજવણી દરમિયાન કરવામાં આવેલી હર્ષ ફાયરિંગમાં એક ગોળી આર્કિટેક્ટ અને ડૉક્ટર અર્ચના ગુપ્તાને વાગી હતી. ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
કોર્ટએ શું કહ્યું?
કોર્ટએ IPC કલમ 304 (પાર્ટ-2) અને આર્મ્સ એક્ટની કલમ 30 હેઠળ રાજુ કુમાર સિંહને દોષિત ઠેરવ્યા હતા. ચુકાદામાં કોર્ટએ નોંધ્યું કે ભીડભાડવાળા સ્થળે લાઇસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કરવું એવું કૃત્ય છે જેમાં કોઈના મોતની શક્યતા અંગે આરોપીને સંપૂર્ણ જાણ હોવી જોઈએ.
અન્ય આરોપીઓને રાહત
આ કેસમાં રાજુ કુમાર સિંહની પત્ની રેણુ સિંહ સહિત અન્ય બે સહ-આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતાં કોર્ટએ તેમને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા.
બચાવ પક્ષે કરી હતી નરમીની માંગ
સજા જાહેર કરતા પહેલાં બચાવ પક્ષના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રાજુ કુમાર સિંહ સામે અનેક કેસ નોંધાયેલા હોવા છતાં તેઓ અન્ય કોઈ કેસમાં દોષિત ઠર્યા નથી. મોટાભાગના કેસ રાજકીય વિરોધના કારણે નોંધાયા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું. વકીલે વધુમાં દાવો કર્યો હતો કે મૃતક ડૉ. અર્ચના ગુપ્તા તેમના પરિવાર માટે નજીકના સંબંધ જેવી હતી અને આ ઘટના સમગ્ર પરિવાર માટે વ્યક્તિગત દુઃખદ ઘટના બની હતી.
હત્યાનો કેસ પણ નોંધાયેલો
સુનાવણી દરમિયાન પ્રોબેશન અધિકારીની રજૂઆતમાં જણાવાયું હતું કે રાજુ કુમાર સિંહ સામે બિહારમાં હત્યાનો એક કેસ પણ નોંધાયેલો છે, જેમાં તેમને પટણા હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. કોર્ટના આ ચુકાદાને હર્ષ ફાયરિંગ જેવી બેદરકારીપૂર્ણ પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



