BJP છોડ્યા બાદ અન્નામલાઈનો મોટો નિર્ણય! નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત



AI Generated Images
BJP છોડ્યા બાદ અન્નામલાઈનો મોટો નિર્ણય! નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત



AI Generated Images
Annamalai New Political Party: તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાના નવા રાજકીય સફરની શરૂઆતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ "We The Leader" નામના નવા રાજકીય આંદોલન સાથે લોકો વચ્ચે જશે અને ભવિષ્યમાં નવી રાજકીય પાર્ટીનું પણ નિર્માણ કરશે.
"We The Leader"થી શરૂ થશે નવી રાજકીય સફર
અન્નામલાઈએ જણાવ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ, પારદર્શક અને જનતાકેન્દ્રિત રાજકારણને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે "APJ Abdul Kalam Ethics in Politics" નામની સંસ્થા દ્વારા કાર્યકરો અને યુવાનોને રાજકીય તથા નૈતિક નેતૃત્વની તાલીમ આપવામાં આવશે.
રજનીકાંતે પણ આપ્યું હતું આમંત્રણ
અન્નામલાઈએ ખુલાસો કર્યો કે વર્ષ 2020માં ભાજપમાં જોડાયા પહેલાં અભિનેતા રજનીકાંતે તેમને પોતાની સંભવિત રાજકીય પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને આપેલા વચનના કારણે તેમણે તે ઓફર નકારી હતી.
PM મોદી પ્રત્યે વ્યક્ત કર્યો આદર
અન્નામલાઈએ કહ્યું કે તેમના મનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે હંમેશા સન્માન રહેશે. જોકે, કોઈ મુદ્દે મતભેદ હશે તો તેઓ સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય રજૂ કરશે. તેમણે ત્રણ ભાષા નીતિનો વિરોધ ભાજપમાં રહીને પણ કર્યો હોવાનું જણાવ્યું.
અમિત શાહ સાથે મુલાકાત બાદ લીધો નિર્ણય
અન્નામલાઈએ જણાવ્યું કે રાજીનામું આપતા પહેલાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીમાં અનુભવેલી ખામીઓ તેમજ પોતાના વિચારો ખુલ્લેઆમ રજૂ કર્યા હતા. ત્યારબાદ જ તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હતો. રાજકીય વિશ્લેષકોના મતે અન્નામલાઈની આ જાહેરાત તમિલનાડુના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



